________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ર૬ ઉચ્ચાર અને આચારે સમ્યગજ્ઞાનીઓ કહે છે તે પ્રમાણે શુભ છે કે અશુભ છે? આ પ્રમાણે બે ઘડી પણ જગમાં ભમતી વૃત્તિઓને અન્તરમાં વાળી તપાસ કરવામાં આવે તે અનુક્રમે તે વૃત્તિઓ કાબુમાં આવે અને કબજામાં આવ્યા પછી તે મન વચન અને કાયાની વૃત્તિઓ શુભ થતાં આત્મોન્નતિમાં રીતસર સહકાર આપવામાં સમર્થ બને; માટે ઉત્તમ આલંબનેને ગ્રહણ કરવાપૂર્વક દુનિયામાં પરિભ્રમણ કરતી વૃત્તિઓને અન્તરમાં વાળવા માટે ટેવ પાડવાની આવશ્યકતા છે; આવી અન્તરમાં વૃત્તિઓને વાળવાની ટેવ પાડવાથી તે વૃત્તિઓમાં ચંચલતા ઓછી થતાં સ્થિરતાને આવવાને આવકાશ મળે છે, ત્યારે આન્તર જ્યોતિ ઝળહળે છે અને ધાર્યા પ્રમાણે શુભ કાર્યો પાર ઉતરે છે એટલે શુભ માનસિક કામનાઓ સફળ થાય છે; શુભ કામનાઓ ફાવતી બનતાં જનસમુદાય, તે વૃત્તિઓને વાળવા પ્રયત્નશીલ બની સત્ય ધર્મને સ્વીકાર કરીને આત્મવિકાસ સાધે છે-જિનદાસની કન્યા હાંસીની માફક-કઈ એક નગરના શેઠ જિનદાસ, ન્યાય નિપુણ હતા, તથા ધાર્મિક ક્રિયામાં ચુસ્ત હતા, તેથી તેમના સંતાનમાં ધર્મના શુભ સંસ્કાર હતા, તેમના સંતાને પૈકી એક હાંસી નામે કન્યા-દીકરી હતી, તે પણ સારા સંસ્કારથી સંસ્કારી બની; માતપિતાને પગે લાગવું, ઘરમાંથી જોઈતી વસ્તુઓ ન મળે તે પણ કંકાસ-કજીઓ કરે નહી. પાઠશાલામાં રીતસર ધાર્મિક અભ્યાસ કરવા જવું, પ્રભુપ્રતિમાનું પૂજન કર્યા સિવાય જમવું નહી અને કેઈની સાથે વિકથાની વાત કરવી નહી; ખરાબ માણસની સબત કરવી
For Private And Personal Use Only