________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
કરવાની દવા બઝારમાંથી વેચાતી મળી શકે એમ નથી. જો કે આ દવા પિતાની પાસે જ છે પણ ઓળખાતી નથી અને વિષય વિષ દૂર ખસતું નથી–આવા વિષથી જન્મ-મરણની પરંપરામાં વિવિધ વિડંબને આવીને ઘેરી લે છે તેની દવાની શોધ કરતા નથી, આ કેવી બેદરકારી !
૬૯. પિતાના સ્થાનમાં-પાણુમાં રહેલ મગરહેટા હાથીને પણ હરાવી પકડી પાડે છે તેજ મગર પિતાના સ્થાનથી ભ્રષ્ટ બનીને બહાર નીકળતાં કુતરાઓથી પણ પરાજય પામે છે અને વિપત્તિમાં-વિડંબનામાં ફસાઈ પડે છે, તે પ્રમાણે ધર્મધ્યાનમાં સ્થિર રહેલ મહાનુભાવ, રાગરૂપી સિંહને તથા દ્વેષરૂપી હાથીને હરાવી મૂકે છે પરંતુ તેજ મહાશય, ધર્મધ્યાનરૂપી સ્થાનથી ખસતાં કોઈ માનાદિ-અહંકાર મમત્વ વિગેરે કુતરાઓથી પરાજય પામે છે. પિતાની આત્મશક્તિને ગુમાવી બેસે છે માટે ધર્મધ્યાનરૂપી સ્થાનમાં રહો; આ સ્થાનમાં રહેનારની શકિતઓ વધતી હોવાથી ભય-પરાજયની ચિન્તાઓ રહેતી નથી. અને વિષય કષાયના મધુરા માર પડતા નથી. ધર્મની ભાવના રાખનાર મનુ વ્યાવહારિક કાર્યોમાં પણ મૂઢ બનતા નથી અને ધર્મને આગળ કરીને કર્તવ્ય કાર્યો કરે છે. તમને જે અનુકૂળતા મળેલી છે તે સંપત્તિ-સત્તા વિગેરેને પ્રભાવ નથી પણ તે પ્રભાવ ધર્મને છે, માટે ધર્મધ્યાનની ભાવનાને ભૂલતા નહી. આના ગે સઘળી અનુકૂળતા મળી રહેશે.–ધર્મક્રિયાઓ મૂળ છે અને સંપત્તિ સાઢાબી તે તાળાં પાંખડાં છે.
૭૦૦. જેને ઘરને પાયે મજબૂત હોય તેનું ઘર
For Private And Personal Use Only