________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને ભેગવિલાસ ભેગવનારા, માનવીઓ ભલે ગર્વ કરે; પિતાને મહાન માને પણ પરિણામે તેઓને આર્ત-રૌદ્રધ્યાનના વિચાર આવ્યા કરતા હોવાથી તેઓથી સુખશાંતિ દર રહેલી હોય છે, તે પછી ધાર્મિક સંસ્થાઓ, શ્રી સંઘને વિશ્વાસમાં નાખી તેમની સહાય દ્વારા તૈયાર કરાતાં કાર્યોમાંથી પિતાના પાપી પેટને ભરવા ખાતર પૈસાઓને ઉઠાવી લેનારાઓને અંતે સુખશાંતિ ક્યાંથી રહે?
કપટી માણસની કાર્યવાહી કેવી હોય છે, તે તે તમે જાણતા હશે; છતાં એક દષ્ટાંત આપું–અમદાવાદ શહેરમાં સેંટ્રલ બેંકના ચીફ અધિકારી વૃદ્ધ થએલ હોવાથી તેમને પેન્શન તરીકે એંશી હજાર રૂપૈયા મળ્યા-અને શાંત બનીને સ્વ વ્યવહાર ચલાવતા હતા તેવામાં તેમની પાસે સારી મિલકત છે– આવી વાત એક કપટી અને બોલવામાં ઘણે વાચાળ એવાને માલુમ પડી; પછી તે માણસ આ વૃદ્ધ પેન્શનવાળા અધિકારીને પરિચય કરવા લાગ્યું, અને કહેવા લાગે કે તમારી પાસે જે મિલકત છે, તેની વ્યાપારમાં બમણી કરી આપું; આમ બેઠા બેઠા ખાવાથી વ્યાપાર વિના થડા વર્ષમાં મિલકત ખતમ થઈ જશે. માટે મને જે તે મિલકતમાંથી દશ હજાર રૂપિયા આપે તે તે દ્વારા વ્યાપાર કરતાં જે લાભ થાય તેમાંથી અડધો લાભ તમને આપીશું; આ પ્રમાણે સાંભળી તેમણે સરલભાવે દશ હજાર રૂપિયા આ કપટીને આપ્યા. પ્રથમ તે એક બે વર્ષ સારે લાભ આપે-અને પછી વીસ-પચીસ-૩૦ હજાર એમ ઉપાડવા લાગે; મિલ્કતવાળા વૃદ્ધને વિશ્વાસ સારી રીતે બેઠેલે હેવાથી વિના સંકોચે તે વૃદ્ધ અનુક્રમે એંશી હજાર રૂપૈયા આપ્યા;
For Private And Personal Use Only