________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ વિષને ઉતારવા માટે બહુ પરિશ્રમ લેવું પડતું નથી. વચનનું વિષ, વચનથી ઉતરે. અન્ય ઉપાયથી પ્રાયઃ ઉતરતું નથી. એકવાર પ્રિય વચનેથી કદાચ ઝેર ઉતરે નહી તે મંત્રની માફક વારે વારે હિત-પ્રિય વચને બેલવા જોઈએ. કારણ કે આ ઝેર હૈયાને વિધીને ચઢેલું હોય છે. માટે વારે વારે અસરકારક બોલવાની આવશ્યકતા રહેલ છે વચનના વિષને ઉતારવાની આ રામબાણ દવા છે-શાસ્ત્રમાં પણ કથન છે કે-વારે વારે ખમાવવાથી સ્વપરના હૈયામાં પિઠેલા વચનના વેર, ઝેર ઉતરે છે. અને તેની પરંપરા વૃદ્ધિ પામતી નથી. નીતિકાર કહે છે કે વરને વાં રદ્રિતા-વચનમાં ઝેર અને પ્રેમ રહેલ છે. જેવી ઈચ્છા હોય, તે તેને ઉપયોગ કરો ઉપયોગ કરે, તે પિતાના હાથની વાત છે-વચનથી વેર-ઝેર વધે છે, અને વચનથી વેરઝેર ઘટે છે. માટે મહાશય ! વેર વધે નહી તેવું વચન બલવું ઉચિત છે.
૧૫૯ આંસુ કાઢવા, એ તે સ્ત્રીઓની પ્રબળ કળા છે; તેઓની આંસુઓ કાઢવાની કલામાં જુદા પ્રકારની તાકાત રહેલી છે; આંસુ તે નેધારાને આધાર છે, પિલાદ જેવા હદયવાળાને આંસુથી પીંગળાવી શકાય છે. બાલકનું અને બાલિકાઓનું રુદન તે બલ છે. કેટલાંક અસાધ્ય જેવાં કાર્યો પણ આંસુથી સાધ્ય થાય છે, આંસુઓમાં વશીકરણ રહેલું છે.
૧૬. શીયલ રહિત સ્ત્રીઓ, કામી પુરુષને નચાવવા અને નીચાવવા બાકી રાખતી નથી; તેમાં વળી અધિક રૂપવંતી જ હોય છે તેવા માનને ગુલામ જેવા, પાગલ જેવા, બનાવી મૂકે છે પછી ભલે, સત્તાધારી હેય કે
For Private And Personal Use Only