________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩ કરી શકતા નથી. અડધા શેરના ભાજનમાં શેર ક્યાંથી સમાય? માટે તપાસીને વાત કરે.
૭૧૦. દુષ્ટ કર્મોની કેવી વિચિત્રતા છે કે શ્રદ્ધા કરવા લાયક મનુષ્ય ઠગારા બને છે અને જે પ્રિય હોય છે તે દુઃખદાયી નિવડે છે અને જેઓને ત્યાગ કરવા અતિ પ્રયાસ કરવામાં આવે તે પણ ખસે નહી; આવા કર્મોને કેણુ સુંદર માને?
૭૧૧. આચરેલો અનાચાર-અન્યાય-અધર્મ પુણ્યદયે તત્કાલ ફળી નથી પણ તથા પ્રકારનું પુણ્ય, ખતમ થયા પછી અનુક્રમે તેઓના કરનારની મૂળ શક્તિઓને હણી નાંખે છે, કે જેથી તે અનાચારી લેકે સર્વત્ર દબાતા રહે છે અને આન્નતિ-માનસિક વિકાસમાં કે શારીરિક શકિતએમાં આગળ વધવા અસમર્થ બને છે, માટે અજ્ઞાનતાથી કે મહથી અનાચારાદિ સેવેલ હોય તે ખુશી થાઓ નહી, પરંતુ તેઓની નિન્દા-ગ કરીને સદાચારનું સેવન કરે. સદાચારન્યાય-ધર્મની આરાધના તેજ સત્ય જીવન વૈભવ છે અને સત્યાનંદને આપી શકે છે. ધનવૈભવ–સાહાબીને વૈભવ છે પણ તે વૈભવ ધર્મ વૈભવ કે ન્યાય વૈભવાદિકથી સફળતાને ધારણ કરે છે તથા આત્મિક ગુણના વિકાસમાં સહકાર આપી શકે છે માટે દુન્યવી બહારના વૈભમાં મુગ્ધ ન બનતાં સદ્ગુણેને વૈભવ મેળવે અને વિષય-કષાયના વિકારથી તેઓનું રક્ષણ કરે. થે ડું સહન કરવું પડશે પરંતુ પરિણામ અતિ સુંદર આવશે. ચેથા આરામાં ચક્રવર્તીઓની પાસે દેના એટલે વાવ હતે. અષ્ટસિદ્ધિ અને નવનિધિ હાજર હતી, છતાં માન
For Private And Personal Use Only