________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
૩૦૩. ભૂતકાળમાં જે મહાપુરુષાએ, પેાતાના સત્કાર્યાંમાં સફલતા મેળવી છે, તે સુગમતાએ કે સરલતાએ મેળવી નથી, પરંતુ તેઓએ જે સફલતા મેળવી છે. તે ઘણી મુશ્કેલીઓને તથા વિડંબનાઓને સહન કરીને મેળવી છે, માટે સત્કાર્યાંમાં સફલતા મેળવવી હાય તા, મુશ્કેલીથી તેમજ વિડંબનાથી ભીતિ પામવી નહી.
૩૦૪. નવા પણ વજ્રમાં છિદ્ર પડતાં તે વખતસર ટાંકા દેવામાં આવે નહી તેા અનુક્રમે તે વસ્ત્ર અલ્પ સમયમાં વધારે ફાટી નષ્ટ થાય છે; તેવી રીતે વ્રતમાં લાગેલા અતિચારા તરફ દુર્લક્ષ રાખવામાં આવે તે વખત જતાં વ્રત રહી શકે નહી.
૩૦૫. માનસિક વૃત્તિ, વાયુ કરતાં પણ અત્યંત ચપલ છે; વિચારાને ખસતાં વિલ`ખ થતા નથી, માટે સારા નિમિત્તોમાં શ્રદ્ધા રાખીને તેને વળગી રહેવું તે હિતકર છે; સારા નિમિત્તો, મનને સ્થિર કરવામાં ઉત્તમ ઉપાય છે.
૩૦૬. ઉચી હદ ઉપર-ઉચ્ચ સ્થિતિ ઉપર જ્યાં સુધી આરૂઢ ન થવાય ત્યાં સુધી જે સ્થિતિના આધાર લીધા છે— તેના ત્યાગ કરવામાં કલ્યાણુ નથી, પણ તેનું આલંબન ગ્રહણ કરીને આગળ વધવા માટે લાગણી રાખવી તે હિતકર છે.
૩૦૭. ઉમદા સ્વભાવવાળા મનુષ્ય, સઘળા થતા અનુભવાને શિક્ષણની શાળા માનીને ખુશ થાય છે, અને આગળ વધવા માટે તેવા અનુભવાની ચાહના રાખે છે. કારણ કે, અનુભવ વિના સત્યની સમજણ પડતી નથી, અને સાચી વસ્તુ હસ્તગત થતી નથી.
For Private And Personal Use Only