________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૭
આપશે. કારણ કે ઉત્તમ ગુણોને મેળવી ઉત્તમ કાર્યો જે કરેલા છે તેમાં આન્નતિનું ધ્યેય છે. માટે તેથી પણ આગળ વધવા પ્રયત્નશીલ બનવું, કદાચ આગળ વધતાં નિષ્ફળતા દેખાય તે પણ ગભરાવા જેવું નથી. પ્રથમ ગુણોને મેળવતાં અને ઉત્તમ કાર્યોને કરતાં જે બુદ્ધિને વિકાસ થએલ હશે તેના કરતાં વિકાસ અધિક પ્રાપ્ત થશે. આત્મવિકાસ, અનુક્રમે સધાય છે, એમ જાણી ઉત્તરોત્તર ગુણોને મેળવી સંપૂર્ણ આત્મવિકાસ સાધવાને હોય, આ લક્ષ્ય વિસરવા જેવું નથી; આત્મવિકાસ એકદમ સધાતું નથી. કારણ કે અનાદિકાળથી અજ્ઞાનતા-રાગદ્વેષ અને મોહ મમતાના આવરણો રહેલા છે તે જલદી ખસતા નથી. માટે આત્મન્નિતિનું આત્મવિકાસનું સાધ્ય રાખી ઉત્તમ ક્રિયાઓ કરતા પાછા હઠવું નહી. વિદ્ગો આવે, વિપત્તિઓ ઉપસ્થિત થાય તો પણ છેલ્લી ઘડીએ પણ મૂકી દેવું નહીં. જે લાભમળે છે તે છેલ્લી ઘડીએ મળે છે. નિષ્ફલતા-બેકારીતંગી અને વિડંબનાઓમાંથી વિજયની ચાવી મળે છે અને ચાવી મળતાં ધારેલા કાર્યો પાર ઉત્તરે છે. માટે સ્વાધીન રહેલા ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરી સ્વાત્માને વિકાસ કરે. - ૭૯. ક્રોધાદિ કષાયેના વિકાર વખતે શાણપણું બહાદુરી અને શુરવીરતા ખસી જાય છે અને અજ્ઞાનતાને અંધકાર પ્રવેશ કરે છે, તેથી પાપદયે સર્વસ્વ ગુમાવી બેસાય છે અને જે જે શક્તિઓ છે તેને હાસ થતું જાય છે. કહેવાય છે કે આગલે દરવાજે જ્યારે કષાય પ્રવેશ કરે છે, ત્યારે પાછલે દરવાજે થઈને બલ-બુદ્ધિ-શાણપણ અને વિચાર વિવેક ખસી જાય છે.
૮૦૦, લુચ્ચા લગાની મિત્રતા કરતાં-સંબંધમાં
For Private And Personal Use Only