________________
૩૪
ભક્તિના વીસ દોહરા મારી પાસે એક પારસમણિ છે એ એને આપી દઉં. મારે કંઈ કામનો નથી ને એને બિચારાને કામમાં આવશે. આથી તે સંતે વાળંદને બોલાવીને કહ્યું કે આ પારસમણિ તને હું આપું છું. એટલે હવે તારે તારી દુકાન ચલાવવાની જરૂર નથી. તું જેટલા લોખંડને અડાડીશ એ બધું સોનું થઈ જશે, એનાથી ઘણું સોનું ભેગું કરી શકીશ. આખી દુનિયામાં કોઈની પાસે નહીં હોય એટલું સોનું તારી પાસે થશે. તું એને સાચવીને રાખજે અને સદુપયોગ કરજે. વાળંદ તો રાજી રાજી થઈ ગયો. તેને થયું કે બાપજીએ મને ન્યાલ કરી દીધો. પછી તે પારસમણિ લઈને ઘરે ગયો. પછી એને એમ થયું કે આ સાચો હશે કે ખોટો? લાવ ત્યારે અખતરો તો કરું. મારી પાસે લોખંડની કાતર, અસ્તરો એ બધું તો પડ્યું છે. એમ વિચારી એણે એ મણિ કાતરને અડાડ્યો તો કાતર સોનાની થઈ ગઈ, અસ્તરો હતો એય સોનાનો થઈ ગયો. વાળ કાપવાનું મશીન પણ સોનાનું થઈ ગયું. હવે તો એ વિચારોને ચકડોળે ચડ્યો. ગમે તેમ તોય એ વાળંદ હતો. તેને થયું કે ગામમાં ઘણા સમયથી વાળંદોની હરીફાઈ ચાલે છે. એટલે હવે આ બધાની દુકાન બંધ કરાવી દઉં. એટલે બીજા દિવસે એણે દુકાન ઉપર મોટું બોર્ડ માર્યું કે જૂના ભાવમાં સોનાની ખુરશી ઉપર સોનાના અસ્તરાથી અને સોનાના મશીનથી વાળ, દાઢી કરવામાં આવે છે. એટલે બધી ઘરાકી આ બાજુ વળવા લાગી. બધાએ સોનાના અસ્તરા જોયા, કાચની ફ્રેમ પણ સોનાની, બધુંય સોનાનું થઈ ગયું હતું. ધીમે ધીમે બીજા બધા વાળંદની દુકાન બંધ થવા લાગી એટલે આ રાજી થાય, કે હવે આટલા વર્ષે મોકો મળ્યો. હવે એકેય દુકાન ચાલવા ન દઉં ! આમ, બધાય હજામની દુકાન બંધ થઈ ગઈ. એટલે બધાય હજામોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા. થોડા સમય પછી પેલા સંત ફરીથી તે ગામમાં આવ્યા. થોડા દિવસ ગયા છતાં પેલો હજામ દેખાયો નહીં એટલે સંતને થયું કે આ પારસમણિ આપ્યા પછી પેલો હજામ કેમ ના આવ્યો? એ તો કમાવામાં પડી ગયો હતો. આટલી ધમાકેદાર દુકાન ચાલે, લાઈન લાગે પછી એ ક્યાંથી સંત પાસે જાય !
આથી સંતે તે હજામને સમાચાર મોકલ્યા કે તમને સંત યાદ કરે છે. હજામને થયું કે અઠવાડિયા પછી જઈ આવીશ. અઠવાડિયા પછી પણ એ ના ગયો ત્યારે સંતે બે-ત્રણ માણસ મોકલ્યા. ત્યારે તેને એમ થયું કે બાપજીના કારણે તો હું આટલો ઊંચો આવ્યો છું, તો મારે મળવા તો જવું પડે. એટલે ગયો. સંતને કહે કે બાપજી, આપની કૃપાથી તો બહુ સુખી થયો છું. વિરોધ પક્ષવાળા બધા મટી ગયા અને હરીફાઈવાળા હતા એ બધાયને નોકરીએ રાખી લીધા છે. ગામ અને પરગામ વાળા બધા વાળ કપાવવા અહીં જ આવે છે! સંતે કહ્યું કે તે શું કર્યું એ