________________
૩૩
ભક્તિના વીસ દોહરા આવી, ઘડીકમાં આમના આવ્યા, ને ઘડીકમાં પેલાના આવ્યા. ઓહો ! આ વિકલ્પોની પાછળ શાંતિથી ખાય નહીં, પીવે નહીં, બોલે નહીં, ચાલે નહીં, ઊંધે નહીં!
કાજી કયું દુબલે? તો કહે સારે ગાંવ કી ફિકર ! વિવેક નથી. મેજીસ્ટ્રેટ હોય છે એમને ચુકાદો આપી દીધા પછી કાંઈ વિકલ્પ જ નહીં. “આને ફાંસી આપી દો. બસ પતી ગયું. પછી એને કંઈ નથી કે આને ફાંસી આપશું તો શું થશે ને એ બિચારો કઈ રીતે ભોગવશે? એના ઘરવાળાનું શું થશે? સબ સબ કી સમ્હાલો, મેં મેરી ફોડતા હું. સામેવાળા જીવને એની કંઈ ફિકર નથી ને આને એની ફિકર થાય! ધીરજપૂર્વક ભગવાનના ચરણનું શરણ, રાખો. તમારું કાર્ય અવશ્ય થશે. જેણે જેણે ભગવાનનું શરણું લીધું છે ને ધીરજ રાખી છે તે બધાયના કાર્ય થયા છે, થાય છે અને થશે. ચરણ એટલે આજ્ઞા. ચરણ એટલે ચારિત્ર. શરણ એટલે Unconditional Surrender
પછી ધીરજ રાખો. કૂકર ગેસ ઉપર મૂકી દીધું, બધું બરાબર છે, ઢાંકણું પણ બરાબર બંધ કર્યું છે, વસ્તુ પણ બરાબર છે, પાણી પણ બરાબર છે, ગેસ પણ ચાલે છે, હવે ધીરજ રાખો, સીટી વાગશે. હવે બે બે મિનિટે ધીરજ તોડે કે હજી સીટી ન વાગી, હજી ન વાગી ! અરે, પણ એનો સમય થશે ત્યારે એ વાગશે, એક સેકન્ડ વહેલી પણ નહીં વાગે કે એક સેકન્ડ મોડી પણ નહીં વાગે. એ એના સમયે જ વાગશે.'
ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. ભગવાનના ચરણના શરણમાં રહીને મરીએ ત્યાં સુધી ધીરજ રાખવાની છે. તો સમાધિમરણ થશે, મનુષ્યભવ સફળ થશે. સાચી શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. સાચા પુરુષના શરણે છો તો અવશ્ય કલ્યાણ થાય, થાય ને થાય જ. પારસમણિ લોખંડને અડે તો સોનું થાય, થાય ને થાય જ.
પારસમણિ ઔર સંતમે, બડો અંતરો જાન;
વો લોહા કંચન કરે, વો કરે આપ સમાન. એક ગામમાં વાળંદ રહેતો હતો. એ ગામમાં એક સપુરુષ આવ્યા હતા. આ વાળંદ સેવાભાવી હોવાથી દુકાન બંધ કરીને દરરોજ તેમની સેવા કરવા જાય. તેમના પગ દબાવે, માલિશ કરે અને એમના માટે ફળફળાદિ લઈ જાય. એ એનો રોજનો નિયમ થઈ ગયો હતો. ત્રણ-ચાર વર્ષ સુધી એણે સંતની નિષ્કામ સેવા કરી અને કોઈ વસ્તુ એણે એમની પાસે માંગી નહીં. એક વખત સંતને ત્યાંથી જવાનું થયું. સંતને થયું કે આ માણસે ખૂબ સેવા કરી છે, તો