________________
૩૨
ભક્તિના વીસ દોહરા ભગવાનને તત્ત્વરૂપથી ઓળખો. ગુરુને તત્ત્વરૂપથી ઓળખો. દરેક બનાવની ખતવણી તત્ત્વથી કરો. તો એને સાચા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. પરમકૃપાળુદેવે કહ્યું છે,
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.
– શ્રી મોક્ષમાળા - શિક્ષાપાઠ - ૬૭ હું પામર શું કરી શકું? કાંઈ ના કરી શકું. નિર્બળતામાં પણ ના કરી શકું અને પરમાર્થથી પણ ના કરી શકું. વ્યવહારથી ભલે એમ કહેવાય કે આણે આ કર્યું, પણ નિર્બળ માણસ વ્યવહારથી પણ બહારમાં કાંઈ કરી શકતો નથી. કેમકે એ કર્મને આધીન છે. એટલે જેવા કેવા કર્મ આવે તેને આધીન થઈ તેવા તેવા ભાવે પરિણમી જાય છે.
જગત જીવ બેંકધીના, અચરિજ કછુઆ ન લીના.
આપ સ્વભાવ મેં રે, અબધૂ સદા મગન મેં રહેના. . જગતના જીવો કર્મને આધીન થઈને ચાલે છે. તેમાં અચરજની વાત નથી. અજ્ઞાની જીવો આત્માને આધીન થઈને વર્તે એ આશ્ચર્યની વાત કહેવાય. જગતના જીવોની કોઈપણ વાતનું આશ્ચર્યના કરવું, પણ પોતાના સ્વભાવમાં મગ્ન, સ્થિર થઈને રહેવું - જો શાંતિ જોઈતી હોય તો.
બીજાઓને જોઈને અનુકંપા આવે અને પોતાની શાંતિ હણી નાખે એ મૂર્ખા. આ જીવ બીજા માટે એમ વિચારે છે કે આ જીવ આટલા વર્ષોથી સાધના કરે છે પણ એને સમકિતની પ્રાપ્તિ ન થઈ. પણ ભગવાન કહે છે કે તું તારી ચિંતા કર ને બાપુ! બીજાના વિકલ્પ શું કરવા કરે છે? તારા વિકલ્પ કરવાથી બીજાને થોડું આત્મજ્ઞાન થઈ જવાનું છે? ઊંઘ ના આવે ! ઘણી વખત રાતના સૂતા સૂતા બીજાના એટલા બધા વિકલ્પો કરે કે ઊંઘની ગોળી ખાવા છતાંય ઊંઘે નહીં, એવા ટેન્શનમાં હોય. અરે ! પણ તારે શું ટેન્શન છે? મૂકને, તને ક્યાં જવાબદારી સોંપી છે? હવે એને એમ છે કે આ ઘરની ને બીજાની બધી જવાબદારી મારા માથે જ છે. એટલે મારે તો ટેન્શન લઈને ફરવું જોઈએ ! જીવ પોતાનું ટેન્શન શું છે એ જાણતો નથી અને બીજાના ટેન્શનમાં અડધો થઈ જાય છે. ઘણા મને કહેતા હોય છે કે બહુ જ વિકલ્પ આવ્યા, ઊંધ જ ન