________________
ભક્તિના વીસ દોહરા
એટલે પુરુષાર્થ મોળો પાડવો એમ નહીં, પણ પુરુષાર્થ પૂર્ણ કરવા છતાંય કાર્ય ન થાય તો તેમાં ધીરજ રાખવી. ધીરજ એ પ્રમાદ નથી, ધીરજ એ અવસ૨નો મોકો જોવા માટેની યોગ્યતા છે માટે ધીરજ રાખીને કરવું જોઈએ. ઉતાવળ રાખવાથી કામ કંઈ વહેલું થઈ જાય એવું નથી. ધીરજ રાખવાથી મોડું થાય એવું પણ નથી. ભગવાન અને ગુરુના ચરણ અને શરણ ધીરજપૂર્વક પકડી રાખવાના છે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ક્યાં સુધી ધીરજ રાખવાની છે ? છેક મરણ થાય ત્યાં સુધી. ત્યાં સુધી ભગવાનના અને સદ્ગુરુના ચરણ અને શરણ પકડી રાખવાના છે. આવો વિવેક આવવો જોઈએ. આવો દૃઢ યથાર્થ નિર્ણય થવો જોઈએ કે આપણું બળ ચાલતું નથી, તો સહાયની જરૂર છે. મોક્ષમાર્ગના ઉત્કૃષ્ટ ભોમિયા જ્ઞાની છે. તો તેમના ચરણે રહેવાથી, એમના શરણે જવાથી આપણને પણ સાચા મોક્ષમાર્ગનો ખ્યાલ આવે છે, એની શ્રદ્ધા અને એનું સાચું જ્ઞાન થાય છે તેમજ આજ્ઞા પ્રમાણે એ બાજુનો સાચો પુરુષાર્થ ચાલે છે.
30
આત્મા તો અનંત શક્તિવાળો છે. આત્મા કંઈ પામર નથી, પણ વર્તમાનમાં યોગ્યતા ઓછી છે. શક્તિ તો પડેલી છે પણ વર્તમાનમાં એ વ્યક્ત ન થઈ હોવાથી નિર્બળતા છે. થઈ શકે એવી છે, ક્રમે ક્રમે થાય એવી છે. ક્યારે ? તો કે ધીરજ રાખે તો અને ચરણનું શરણ રાખે તો. ક્યાં સુધી ? મરણ સુધીની છેક. મરણ સુધી ભગવાનના ચરણનું શરણ છોડે નહીં તો એનું સમાધિમરણ થાય. એક વા૨ જો સમાધિમરણ થાય તો અનંતકાળના અનંતવારના અસમાધિમરણ ટળી જાય. સાચા પુરુષનું, ભગવાનનું, વીતરાગનું શરણ છે તેને ચિંતા શેની ? ભગવાનનું શરણ લઈને સમાધિમરણની ભાવના કરવાની છે. કર્મોના ઉદય છે તો વ્યાધિઓ પણ આવશે, સંકટો પણ આવશે, પણ જો ધીરજ રાખે તો બધાય સંકટમાંથી પાર થઈ શકે તેમ છે. ધીરજ રાખવી પડે, ઉતાવળે આંબા પાકે નહીં. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. તો, ભગવાનનું શરણું ક્યાં સુધી લેવાનું ? કેવળજ્ઞાન થાય ત્યાં સુધી. શરણું એટલે ભક્તિમાર્ગ. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ આ બન્ને સમાન છે - આ પ્રકારના ભાવ અંદ૨માં પ્રગટે, એ બે વચ્ચેનો ભેદ મટી જાય એ પરાભક્તિ છે. આત્માના શુદ્ધ ભાવનો અને પરમાત્માના શુદ્ધ સ્વભાવનો – એ બે વચ્ચેનો ભેદ મટી જાય એ પરાભક્તિ છે.
1
હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક. આવો વિવેક આવવો જોઈએ કે હું પરમાં કાંઈ કરી શકર્તા નથી. ર્તા પરનું કર્તૃત્વપણું, ભકિતૃત્વબુદ્ધિ છાડું. પરના કઈ ક્રિયા હુ કર શકુ છું, પરને જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને સુખી કરી શકું છું, પરને હું દુઃખી કરી શકું છું અથવા પરથી હું સુખી થાઉં છું કે પરથી હું દુઃખી થાઉં છું, પરથી હું જીવું છું, ૫૨ મને મારે