________________
ભક્તિના વીસ દોહરા
૨૯
પાછું કરવાનો પ્રયત્ન અજ્ઞાની જીવ કરે છે અને માને છે કે પરનું કંઈક ભલું કર્યું, મેં આ બધાનું કલ્યાણ કર્યું, મેં આ બધાની સેવા કરી, હું ના હોત તો આ બધું ચાલત જ નહીં!
દરેક દ્રવ્યની ક્રિયા, પરિણમન તું ના હોય તોય થવાનું છે અને હોય તોય થવાનું છે. એવો વિવેક, સાચું જ્ઞાન જગતના જીવોને અજ્ઞાન અવસ્થામાં આવી શકતું નથી. જેમ જેમ સત્સંગ સાંભળતો જાય, જ્ઞાનીના વચન વાંચતો જાય, વિચારતો જાય તેમ તેમ તેના વિવેકચક્ષુ ખૂલતા જાય છે. પહેલાં જે ચર્મચક્ષુ દ્વારા જીવ જોતો હતો તે હવે જ્ઞાનચક્ષુ દ્વારા જોવા લાગે છે. તો વિવેક રહેવો જોઈએ કે અત્યારે મારી શક્તિ નથી. જે કામ પોતાનાથી થાય એમ ન હોય તો તેમાં અન્યની સહાય વ્યવહારથી લેવી પડે. મોક્ષ પોતાની મેળે પ્રાપ્ત થાય એવો નથી અને તેમાં સદ્ગુરુની, જ્ઞાનીની, સપુરુષની સહાયની જરૂર છે. સંસારમાં જીવ અનાદિ કાળથી ગોથા ખાય છે, મનુષ્યભવમાં આવ્યો છે તો ગુરુ કે ભગવાનનું એવું શરણ લે કે છેક મરણ સુધી છોડે નહીં. એવું પકડી રાખે તો એનું જીવન સફળ થાય. સાચા પુરુષનું શરણું લીધું હોય તો તેને કશી ચિંતા રહેતી નથી. શરણે રહેવાથી સમાધિમરણની ભાવના થાય છે, સમાધિમરણ થાય છે. ગમે તેવી વ્યાધિ, કર્મના ઉદય, સંકટો, વિપરીતતા, અશાતાના ઉદય આવે તો પણ જે સત્પરુષનો આશ્રિત છે તે ધીરજને છોડતો નથી. મોટા પુરુષનું જે શરણું લે છે તે નિર્બળ હોય તોય બળવાન થઈ જાય છે. જ્ઞાનીઓનું શરણું છેક કેવળજ્ઞાન થાય ત્યાં સુધી કામ આવે છે. માટે જ્ઞાનીઓનું શરણું લેવાનું કહ્યું છે. ગણધર ભગવંતો પણ શા માટે તીર્થકર ભગવાનના શરણે જાય છે? તેમને પણ કેવળજ્ઞાન લેવા માટે શરણની જરૂર છે. તો એવા મહાપુરુષોને જો શરણની જરૂર હોય તો આપણને કેમ ના હોય? આવો શરણભાવ મારામાં આવ્યો નથી.
ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. હું પામર શું કરી શકું? મોકો જોયા વગર કામ કરવા જાય તો નિષ્ફળ જાય. મોકો મળે ત્યારે કામ કરવાનું ચૂકે નહીં. પરમાં તો કંઈ થાય તેમ નથી અને સ્વમાં તો કંઈ કરવાનું નથી, સ્વ તો પૂર્ણ છે. હવે પર્યાયની જે અશુદ્ધિ છે તેને ટાળવાની છે. કામ તો આટલું જ કરવાનું છે. દ્રવ્ય તો શુદ્ધ જ છે એટલે તેમાં કંઈ કરવાનું નથી અને પરમાં કંઈ કરી શકતો નથી. ફક્ત પર્યાયની અશુદ્ધિ ટાળવાની છે. પર્યાયની અશુદ્ધિ પરનું અવલંબન લેવાથી, આશ્રય લેવાથી થઈ છે તે સ્વનો આશ્રય કરવાથી ટળે છે. પરમાં નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશાની વૃદ્ધિ થાય છે અને નિજમાં નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. તો દરેક કાર્ય વિવેકપૂર્વક કરવું જોઈએ. ધીરજ નથી જીવને, ઉતાવળ કરવા જાય છે. પણ ઉતાવળથી કોઈ કામ થતું નથી, કામ કામની રીતે થાય છે, ધીરજ રાખવાથી થાય છે. ધીરજ