________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસવામિ ચરિત્ર.
પ્રકરણ ૪ ચા. ત્રિપૃષ્ઠકુમાર એ ખબર જાણીને તે મહા બળવાન કુમારે આગલ જઈ રસ્તામાં તેને અટકાવ્યું. અને ઉગ્રાવેશપૂર્વક ચંડવેબ દૂત તરફ દષ્ટિ કરી તેને કહ્યું. “રે ધીઠ ! પાપિક ! દુષ્ટ ! પશુ! તુ દૂત છતાં રાજાની સભામાં પશુની પેઠે કેમ વર્તન કર્યું ? હે મુર્ખ ! જેવી રીતે તે સંગીત અને ભંગ કર્યો, તેવી રીતે મરવાને ઈચ્છતે બીજે કેણ કરે? એક સાધારણગૃહસ્થને ઘેર રાજા જાય તે પણ તે પહેલાં ખબર આપીને પછી પ્રવેશ કરે, એવી, ડાહ્યા અને વિદ્વાની નીતિ છે; તે છતાં તું જાણે પૃથ્વી ફા નીકળ્યા હોય તેમ અકસમાત સભામાં કેમ આવ્યું છે કે સરળસ્વભાવવાળા મારા પિતાશ્રીએ તારે અવિવેક છતાં સત્કાર કર્યો પણ તે કટ કર્યો છે. હે દુષ્ટ ! જે શકિતથી તું દુવિનીત થએલે હવે તે તારી શકિતને હવે પ્રકાશ કરકે નહિ એ તારા અન્યાયરૂપ વનનું ફળ હું તને હમણુંજ બતાવું છું. એ પ્રમાણે કહી તેના ઉપર ત્રિપુકુમારે આવેશપૂર્વક મુઠ્ઠી ઉગામી.
સમીપ રહેલા અચલકુમારે ત્રિપૃષ્ઠકુમારને અટકાવીને કહ્યું કે–હે કુમાર ! બસ કરે. એ નરરૂપી કીડાની ઉપર પ્રહાર કરશે નહિ. દૂત કદી અવળું આચરણ આચરે તે પણ તે વધ કરવાને
ગ્ય નથી. તેથી આ અવિનીત પુરૂષની ઉપરથી ક્રોધનું સંહરણ કરે. હસ્તિના દૂતને ઘાતનું સ્થાન એરંડાનું વૃક્ષ નથી. ઈત્યાદિ વચને કહી શાતિ રાખવાને સમજાવ્યા. ત્રિપૃથકુમારે પણ પિતાના વલ બંધુના કહેવાને માન આપ્યું, અને ઉગામેલી મુઠ્ઠી વાળી લેઈ પિતાના સુભટેને આજ્ઞા કરી કે, સંગીતના રંગને ભંગ કરનાર આ પાપી હતનું જીવિત વિના બીજું સર્વસ્વ હરી જે. ત્રિપૃષ્ઠકુમારના બળ અને તેજથી દૂતસાથેને તેને પરિવાર હથીયાર મૂકી દઈને ચાલ્યા ગયે. અને સુભટોએ તેની પાસેનું સર્વધન હરી લીધું. અને બને કુમારે ઘર તરફ ચાલ્યા ગયા.
આ સર્વ વૃત્તાંત પ્રજાપતિ રાજા લોકોના મુખેથી સાંભળી
For Private and Personal Use Only