________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૧ નંખાવ્યું. આ બનાવથી ચિત્રકારના મનમાં રાજાના ઉપર પૈર બુદ્ધિ જાગી. પોતે તદન નિરપરાધી છતાં રાજાએ વિના કારણે શીક્ષા કરી છે, માટે કોઈ પણ ઉપાયે તેને બદલે લે. જગતમાં ઈર્ષ્યા, દ્વેષ, અને અજ્ઞાન શું નથી કરતા? તેને પ્રતાપથી જ મહાન યુદ્ધો થઈ હજાર જનો નાશ થાય છે, અને રાજ્યનાં રાજય નાશ પામે છે.
ચિત્રકારે વેર લેવા બુદ્ધિથી મૃગાવતીનું એક સુંદર ચિત્ર તૈયાર કર્યું. તે લઈને તે અવંતીના રાજા ચંડપ્રદ્યો રનની પાસે ગયે અને ચિત્ર બતાવ્યું. ચિત્ર જોઈને તેમને એહ થશે. એ કેનું ચિત્ર છે, તેની સર્વ માહિતી ચિત્રકારથી મેળવી ગમે તે ઉપાયે તેને મેળવવાનો સંકલ્પ કર્યો. તેણીની માગણી કરવાને દૂતને શતાનીક રાજા પાસે મોકલ્યા. શતાનીક રાજાએ દૂતનું અપમાન કરી વિદાય કર્યો, તે ઉપરથી ચંડપ્રદ્યોતન રાજાએ કોધાવેશમાં શતાનીક સજો ઉપર ચઢાઈ કરી. શતાનીક રાજાએ પોતાના ઉપર ચંડ પ્રવાતન રાજા ચઢી આવે છે, એ સમાચાર સાંભળ્યા, તેથી તેને ક્ષોભ થયે અને અતિસાર થવાથી મૃત્યુ પામ્યું. તે વખતે તેમને ઉદયન કુમાર નામને નહાની ઉંમરને રાજપુત્ર હતો. દેવી મૃગાવતીએ વિચાર કર્યો કે, “મારા પતિ તે મૃત્યુ પામ્યા અને આ ઉદયન કુમાર તે હજુ અલપ બળવાળે બાળક છે. બળવાનને અનુસરવું એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તેમ કરવાથી તે મને કલંક લાગે, માટે એની સાથે તે કપટ કરવું એજ એ ગ્ય છે.” એવા વિચારથી રાજાની સાથે સંદેશા ચલાવી તેને, લોભાવી, તે કૌશબી નગરીની ચારે બાજુ ચેટક રાજાની મદદથી મજબુત કિલ્લેબંધી કરાવી લીધી. તે પછી બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું,
હવે નગરી રાધ કરવાને એગ્ય થઈ છે. તેથી તેણે કિલ્લાના દરવાજા બંધ કરાવ્યા અને કિલ્લા ઉપર સુભટોને ચઢાવ્યા. ચંડપ્રદોતન રાજા આ બનાવથી વિલો થઈ ગયે, અને નગરીને વિટને ત્યાં જ રહ્યો.
For Private and Personal Use Only