________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભાવ ] આશ્લેક કોડા.
૧૫૭ હોઈ શકે જ નહીં. દેના બલ આગળ તેમનું બલ કંઇ વિશાતમાં હોતું નથી, છતાં ઈદ્ર મહારાજ જે વખાણ કરે છે તે અતિશયયેક્તિ ભરેલું છે. હું તેમની પરિક્ષા કરૂં, એવા વિચારથી તે દેવ ઉત્તર વૈક્રિય શરીર ધારણ કરી જ્યાં પ્રભુ સમાન વયના કુમારે સાથે ક્રિડા કરે છે, ત્યાં આવ્યું.
ભગવંત સહ બાળકે આવુકી ક્રીડા એટલે ઝાડ ઉપર ચઢવા ઉતરવાની રમત કરતા હતા.ભગવંત એક ખીજીના વૃક્ષ ઉપર ચઢી ક્રીડા કરતા હતા, તે વખતે પેલે દેવ એક ભયંકર સર્ષનુરૂપ ધારણ કરી, તે વૃક્ષના થડે વીંટાઈ ગયે, અને કુંફાડા મારવા લાગે. એકાએક ભયંકર સપને જોઈને બીજા બાલકુમારે ભય અને ત્રાસ પામી નાશવા લાગ્યા. ભગવંત તેનાથી લેશમાત્ર પણ ભય કે ત્રાશ પામ્યા નહીં. નાશતા બાલ કુમારોને આશ્વાસન આપી નાશતા અટકાવ્યા, અને નિર્ભય રીતે ભયંકર સપને પકડીને દૂર ફેંકીલીધો, અને પાછા પુર્વવત સઘળાઓ રમત રમવા લાગ્યા.
એજ દેવ ફરી પણ બીજા કુમારના જેવું રૂપ કરી તેમના ભેગા રમવા લાગ્યા. રમતમાં એવી શરત રાખવામાં આવી કે, એ રમતમાં જે જીતે તે બીજાના પૃષ્ઠ ભાગ ઉપર ચઢે. એ રમતમાં ભગવંત છત્યા, અને બીજા કુમારે હારી ગયા. તેમાં દેવપણુ હારી ગયે, શરત મુજબ દરેકની પીઠ ઉપર ભગવંત ચઢીને સરત પુરી કરતા અનુક્રમે પેલા દેવને વારો આવ્યા, અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ચઢયા. એ દુષ્ટ બુદ્ધિવાળે દેવ, પોતાની ધારણું પાર પાડવાને સમય આવ્યો જાણીને વૈક્રિય શરીરને વધારવા લાગે. તે સાત તાડ જેટલે ઊંચે થયો, અને ભયંકર રૂપ ધારણ કરી પ્રભુને ભય પમાડવા વિવિધ રીતે કુચેષ્ટા કરવા લાગ્યા. પ્રભુ જરા પણ ભય પામ્યા નહીં. પ્રભુએ અવધિજ્ઞાનનો ઉપયોગ સૂકી જોયું તે મિથ્યાત્વિદેવની કચેષ્ટા તેમના જાણવામાં આવી. પ્રભુએ પૃષ્ઠ ભાગ ઉપર એક મુષ્ટિ મારી, જે દેવનાથી સહન થઈ શકી નહી. તે વામન રૂપ જે થઈ ગયો. તે દેવે પોતાનું રૂપ બદલી દેવ
For Private and Personal Use Only