________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવે. ] સુસા.
પ “હે પ્રિયે! આ જન્મમાં તે મહારે તારા શીવાય બીજી સ્ત્રી કરવી નથી. મને તારાથી ઘણે જ સંતોષ છે. બીજી સ્ત્રી કદિ પરણવાને નથી, તે પછી તેમનાથી પુત્રોની વાત જ શી કરવી.”
નાગરથિકે વિશેષ રીતે કહ્યું કે, “હે પ્રિયા ! હુ તારાથી થએલા પુત્રને જ ઈચ્છું છું, તુજ મારા પ્રાણ, શરીર, મંત્રી, અને મિત્ર છે. માટે પુત્રને અર્થે કઈ દેવીની માનતા-બાધા વિગેરે કરવા યત્ન કર.”
હે સ્વામી ! હું શ્રી અરિહંત પ્રભુની આરાધના કરીશ, કારણકે શ્રી અરિહંતની આરાધના સવ કાર્યમાં ઈચ્છિત ફળને આપનારી છે. ” સુલસાએ ધમને દૂષણ ન પમાડનારી નીતિને જવાબ આપ્યો. તે પછી પતિના મનને સમાધાન થાય, તેવા પ્રકારના ઉપાયમાં શ્રી જિનેશ્વરની પૂજામાં વિશેષ રક્ત થઈ, સર્વ વિનેને નાશ કરવા અને સર્વ સંપત્તિના કારણરૂપ આચામ્લત૫આંબીલનું વિશેષ રીતે આરાધના કરી, સમાધિમાં રહેવા લાગી. તેમજ વિશેષ પ્રકારે બ્રહ્મચર્ય ગુણનું પાલન કરવા માંડયું.
સતી અને પતિવ્રતા સ્ત્રીઓ કચ્છના પ્રસંગમાં આચાર્લી તપનું આરાધન વિશેષ પ્રકારે કરી, શ્રી જિનેશ્વરની ત્રીકાળ ભક્તિમાં મગ્ન બની જાય છે. તપ અને શ્રી જીનેશ્વરની પૂજા શું ફળને નથી આપતી? તપથી અશુભ કર્મને ક્ષય થાય છે. શ્રી જિનેશ્વર દેવની ભક્તિના માટે, શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, “તે વિનને નાશ કરે છે, ઉદયને વધારે છે, અને પરંપરા મેક્ષ ફળને આપે છે. શ્રી જિનેશ્વર દેવની, જે પવિત્ર આચરણવાળાએ શુદ્ધ ભાવથી સાત પ્રકારની શુદ્ધિ સહિત ભક્તિ કરે છે, તેમને તે એ ભક્તિ કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની પેઠે ઈછિત ફળને આપનારી નીવડે છે. આ સુલસાના મનમાં દ્રઢ વિશ્વાસ હતો. તેને પિતાને પુત્ર પ્રાપ્તિ માટે ઇચ્છા જ ન હતી, પણ ધર્મપરાયણે એક પત્નિ નિછાવાળા પોતાના પતિની ચિંતા દૂર થાય એવા પ્રકારની તેની ભાવના હતી શુદ્ધ ધર્મના પાલનને બાધા ન પહોંચે એવા પ્રકારના વિશદ્ધ
For Private and Personal Use Only