________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૫ આગમના જ્ઞાન રહિત છું, માટે મારા જેવા નિરક્ષર, કુક્ષિભર એ વામને ધિક્કાર છે ! એવી રીતે દીનતા ન કરે પરંતુ નિ કેવલ જ્ઞાના વરણય કર્મના ઉદયથી મહારું આ સ્વરૂપ છે, તે જોગવવાથી દુર થશે. એમ ભાવી જ્ઞાનાભ્યાસ માટે અભ્યાસ જારી રાખે. અહી પ્રજ્ઞા પરિસહ કરતાં આ પરિસહમાં એટલું વિશેષ છે કે પ્રજ્ઞા પરિસહ તે બીજે કઈ પ્રાદિક પુછે અને બહુમાન કરે તે પ્રસંગે થાય છે, અને અજ્ઞાન પરિસહ તે મત્યાદિક જ્ઞાન મહારમાં પુણે નથી એમ વિચારવાથી થાય છે. અથવા શાસ્ત્રનું પુરવું તેને પ્રજ્ઞા કહે છે, અને ત્રિકાલ વિષયિક વસ્તુના અજાણપણને અજ્ઞાન કહે છે.
૨૨ સમ્યકત્વ પરિસહ-શાસ્ત્રમાં વર્ણન કરેલા સુમિ વિચાર સાંભળી તેના વિષે અશહણ અશ્રદ્ધા કરવી નહિ, તથા દેવ, ગુરૂ અને ધર્મને વિષે પણ અશ્રદ્ધા કરવી નહિ, શાસમાં દેવતા અને ઇંદ્રાદિક સમ્યગ દષ્ટિ છે, એવું સાંભળીએ છીએ તે પણ કોઈ સાન્નિધ્ય કરતું નથી, માટે શું જાણું એકે દેવતા અને ઈદ્ર છે કિંવા નથી એવી પણ અશ્રદ્ધા કરવી નહિં. અન્ય દર્શનની દ્ધિ વૃદ્ધિ વગેરે ઉન્નતિ જોઈ મુંઝાઈ જવું નહિ મૂઢ દષ્ટિ થવું નહી. તેને સમ્યકત્વ પરિસહ કહે છે.
આ બાવીસ પરિસહ પૈકી એક સ્ત્રી બીજ પ્રજ્ઞા, અને, ત્રીજો સત્કાર, આ ત્રણ પરિસહ અનુકૂળ પરિસહ છે, એટલે તે બાહ્ય ભાવથી મીઠા છે, પણ એ પરિસહ છે, અને આત્માને અહિતકર્તા છે, એમ જ્ઞાનીઓજ જાણી શકે. જેમનામાં તત્વજ્ઞાનને અભાવ છે, તેઓ એ ત્રણ પરિસહ છે અને આત્માને અહિતકર્તા છે, એમ જાણી શકતા નથી. બાકીના એગણીસ પરિસહ પ્રતિકૂળ છે, એટલે કંઈને કંઈ અંશે દુઃખ આપનાર છે.
એ બાવીસમાંથી શીત અને ઉષ્ણ તથા ચર્ચા ચાલવું) અને નિષેધ (રહવું) એ ચારે સમકાલે હેય નહિં, કેમકે એ
For Private and Personal Use Only