________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૬ ત્યારે જ આપણે લોકોત્તર સ્વરાજ્ય જરૂર પ્રાપ્ત કરી શકીશુ લોકેત્તર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાને જ આપણે અંતીમ ઉદેશ હવે જોઇએ.
બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, જ્યારે અશુભ કર્મને ઉદય હોય છે, ત્યારે બીજાઓએ સારી ભાવનાથી કરેલી ભક્તિ પણ ઉલટી નુકશાન કર્તા નીવડે છે. દીક્ષા મહોત્સવ વખતે દેવેએ સુગંધિ દ્રવ્યને ભકિત રાગથી કરેલે લેપ પ્રભુને ઉલટો ઉપસર્ગ કરનાર દુઃખરૂપ નીવડ. તે સુગંધીને લીધે ભમરાઓ વિગેરે તરફથી પ્રભુને પીડા સહન કરવાને પ્રસંગ આવ્યું. એથી આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને, સકામ નિર્જરાથી નાસ કરવાની આવશ્યકતા જણાઈ આવે છે. આત્મ સત્તામાં રહેલા અશુભ કર્મોને સકામ નિર્જરા વડે જે નિર્જરાવી નાખવામાં નહી આવે તે પ્રસંગ આવે તે ઉદયમાં આવી પિતાના કહુક વિપાક ચખાડ્યા સીવાય રહેનાર નથી. આત્મહિત વાંચ્છકે અશુભ કર્મ ન બંધાય તે માટે, અને સત્તામાં રહેલા અશુભ કર્મ સકામ નિજે. રાના અવલમ્બન વડે ખપાવી નાખવાના માટે હમેશાં ઉપગની જાગૃતિ રાખવાની જરૂર છે.
For Private and Personal Use Only