________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 આત્મ સ્વરૂપ વિચારણા.
૬૦૭ આત્મદ્રવ્ય શુદ્ધ નિર્મળ બનાવે છે. આત્મા અસંખ્ય પ્રદેશ છે. સંસારી જીના આત્માના પ્રત્યેક પ્રદેશે અનતિકર્મ વગણ લાગેલી હોય છે. તેથી જીવનું શુદ્ધ સ્વરૂપ આચ્છાદન થયેલું હોય છે. જીવનું મૂળ સ્વરૂપ નિર્મળ, સ્ફટિકમણિ રત્નના જેવું શુદ્ધ છે, અને તેની અનનિત શક્તિ છે. તે ચૌદમાગુણસ્થાનકના અને છવને પ્રગટ થાય છે. એવભૂતનય જે સાતનયમાં અંતિમ શુદ્ધનય છે, તે નયની અપેક્ષાએ જીવ પોતાની કેવળજ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાતચારિત્રરૂપ આત્મિકલક્ષ્મી, ક્ષાયીકભાવથી પ્રગટ કરે છે. તેથી જીવ સ્વસ્વરૂપમાં રમણતા કરી અવ્યાબાધ સુખને સાદિ અcભાગે અનુભવ કરે છે. સિદ્ધના જીવન અનતુ સુખ હોય છે. તે સુખને યથાર્થ અનુભવ છસ્થજીને હેઈ શકેજ નહિ. કેવળજ્ઞાની ભગવંત જ તે જાણું અને જોઈ શકે. કેવળજ્ઞાનીઓએ તેનું જે વર્ણન આપેલું, તેનું યત્કિંચિત્ સ્વરૂપ આગમમાં વર્ણન કરેલું છે. જ્ઞાનીએ જ્યારે એકાન્તમાં નિજ સ્વરૂપની વિચારણામાં લયલીન થાય છે, ત્યારે તેમને આત્માની શુદ્ધતાને કઇ ભાસ થાય છે. જ્ઞાનીઓને આ વખતે આત્મિક સ્વસુખને જે અનુભવ થાય છે, તે સુખની બરાબરી કરી શકે એવું જગતમાં કેાઈ સુખ છે જ નહી. જગતની ઉપાધિથી રહિત જ્ઞાનીએ છઘરસ્થાવસ્થામાં જ્યારે સિદ્ધસુખની વાનગીરૂપ સ્વસુખને આવે અનુભવ કરે છે, ત્યારે સિદ્ધપદને પ્રાપ્ત થએલા પવિત્ર આત્માએના સુખની કલપના, સંસારના પૌગલીક સુખમાં રાચીમારી રહેલા જીને કયાંથી આવે ?
ભગવતે છેવટના ભવના અન્તમાં જે આત્મિક અનન્તિ અદ્ધિ પ્રાપ્ત કરી છે, તેવી કદ્ધિ પ્રાપ્ત કરવાને જગતના સર્વ જીવે સમર્થ બને એજ ભાવના,
For Private and Personal Use Only