________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ અનત છે; અને ભાવથી અનન્ત જ્ઞાનાદિ પર્યાથી યુક્ત, શાન્ત તથા અનન્ત છે.”
૫ બાલમરણથી સંસારની વૃદ્ધિ થાય, અને પંડિત મરસુથી ભવ પરંપરાની હાની થાય છે. તેમાં બાલમરણ બાર પ્રકારનું છે. તેવું મરણ કરવાથી જીવ ચાર ગતિવાળા સંસાર રૂપ કાંતારમાં ભટકે છે. (૧) ક્ષુધાદિકની પીડાથી અથવા સંયમ ભ્રષ્ટ થઈ મરણ પામે, તે વયમરણ (૨) મનમાં શલ્ય રાખી રાખી મૃત્યુ પામે તે અન્તઃ શલ્યમરણ (૩) માણસ પોતાના ભવનું નિયાણું કરીને મૃત્યુ પામે તે તદ્દભવમરણ (૪) પાંચ ઈન્દ્રિયોને આધીન રહીને તેની પીડાથી મૃત્યુ પામે તે વશામરણ (૫) પર્વત પરથી પડીને મરે તે ગીરીપતનમરણ. (૬) વૃક્ષ પરથી પીને મરે તે તરૂપતન મરણ (૭) જળમાં ડુબીને મરે તે જળપ્રવેશમરણ (૮) અગ્નિમાં પ્રવેશ કરીને મરતેજવલનપ્રવેશમરણ (૯) વિષ ભક્ષણ કરીને મરે તે વિષભક્ષણમરણ (૧૦) શસ્ત્રથી મરે તે શસ્ત્રમરણ (૧૧) વૃક્ષની શાખાપર પાશબાંધીને મરે તે વૃક્ષ પાશમરણ (૧૨) ગીધ પક્ષી, હાથી વિગેરેના પ્રહારથી મારે તે ગ્રુધ પૃષ્ઠ મરણ.
પંડિતમરણ બે પ્રકારનું છે (૧) પાદપપગમન અને (૨) ભક્તપ્રત્યાખ્યાન, આ બે મરણથી અનન્ત ભવને ક્ષય થાય છે.
આ પ્રમાણે સાંભળીને તે સ્કન્દક તાપસ સંદેહ હિત થયા, અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને કહયું કે, “હે ભગવન્! આપનું વાકય ખરેખરૂં સત્ય છે.” તે પછી તે સ્કન્દકે પોતાના વેશને ત્યાગ કરીને પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અગીઆર અંગને અભ્યાસ કર્યો, અને પ્રભુની આજ્ઞા લઈને સાધુના લાયકની બાર પ્રતિમા અંગીકાર કરી; પછી પ્રભુની આજ્ઞાથી ગુણરત્નસંવત્સર નામને તપ અંગીકાર કર્યો. તે તપમાં પહેલે માસે એક ઉપવાસ કરીને બીજે દિવસે પારણું, બીજે મહીને નિરંતર છઠ તપ કરીને પારણું; એવી રીતે ચડતાં ચડતાં સોળમે મહીને સેળ ઉપવાસે પારા
For Private and Personal Use Only