________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]. એકવીસ ગુણ
૪૮૧ યા ખોટી વસ્તુનું પરિણાન, તેમજ હિતાહિતને વિચાર વિવેકી જ કરી શકે છે. વિવેક અજ્ઞાનને નાશ કરનાર છે, તેથી વિવેકને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. વિકથા કરનાર પાસે વિવેકર ન રહી શકતું નથી. વિકથામાં પ્રવૃત્ત રહેલા પ્રાણી યુક્તાસુક્તને વિવેકકરી શકતા નથી. તેથી તેને પોતાને અર્થ બગડે છે, તે પણ તે જાણી શકતું નથી, અને ધર્મ તે વિવેકસારજ છે, એટલે કે હિતાહિતના જ્ઞાનપૂર્વકજ થાય છે.
૧૪ મુપક્ષયુકત–જેને પરિવાર અનુકુળ અને ધર્મશીલ હાઈ સદાચાર યુકત હોય, તે પુરૂષ સુક્ષ કહેવાય. તે પુરૂષ નિવિઘપણે ધર્મ કરી શકે છે. અનુકૂળ પરિવાર ધમના કામ કરતાં ઉત્સાહ વધારનાર અને મદદગાર રહે છે. ધર્મશીલ પરિવારના કામમાં રોકવામાં આવતાં, પોતાના પર દબાણ થયું નહિ માનતાં અનુગ્રહ થા માને છે. ધર્મશીલ પરિવાર અકાર્ય કરનાર નહિ હેવાથી લઘુતા-અપકીતિ-ને પ્રસંગ આવતો નથી,
( આ ઉપરથી ધર્મરત્નની પ્રાપ્તિ કરવાની ઇચ્છાવાળા પુરૂષની ઉપર એક જાતની જવાબદારી છે, કે તેણે પિતાના પરિવારને સદાચારસંપન્ન બનાવવાની કાળજી રાખી, તે માટે ઘટીત ઉપાય અગાઉથી કરવા જોઈએ. એવા અગાઉથી ઉપાય લીધા હોય, તેજ પરિવાર સદાચારસંપન થઈ શકે. તે તરફ જે ઉપેક્ષા કરવામાં આવે, તે સદાચારસંપન્ન પરિવાર બન અશકય છે.)
૧૫ દીઘદૃશિ–-લાંબી દષ્ટિથી વિચાર કરનાર પુરૂષ જ, જે જે કામ પરિણામે સુંદર હોય, બહુ લાભ અને થોડા કલેશવાળું હોય, અને ઘણુ જનેને વખાણવા લાયક હોય, તે તે કામ જ શરૂ કરે છે. મતલબ આગામીકળે જે કાર્ય સુખ આપનાર હાય, અને થોડી મહેનતથી પુષ્કળ લાભ આપનાર હોય, અને કેળવાયેલા બુદ્ધિશાળી પુરૂષે જેની લાઘા કરે તેવું હોય, તેવા કાર્યને
61
For Private and Personal Use Only