________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૭ કરું?” આવા પ્રકારના વિચારે તેમના મનમાં ઉત્પન થયા. તેવામાં તેમણે દેવવાણુ સાંnળી કે, “આજે શ્રી જિનેશ્વરે કહ્યું છે કે, જે કે મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જઈ જિનેશ્વરેને વંદન કરે, તે જરૂર તેજ ભવે સિદ્ધિને પામે.” આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણધરે પ્રભુની પાસે ઉપર રહેલા અષ્ટાપદ તીર્થને શ્રી જિનબિંબના દર્શન માટે જવાની આજ્ઞા માગી. ત્યાં જવાથી ત્યાં રહેલા તાપસને પ્રતિબોધ થવાને જાણી, પ્રભુએ તેમને તે તીર્થની યાત્રા કરવા જવાને આજ્ઞા આપી.
પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી ગૌતમ હર્ષ પામ્યા, અને ચારણલબ્ધિથી વાયુ જેવા વેગ વડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. , ક્ષણમાં મહાગિરી પર ચઢી ગયા, અને ભરત મહારાજાએ કરાવેલા નંદીશ્વરદ્વિપના ચિત્યમાં પ્રવેશ કર્યો, અને તેમાં રહેલા ચોવીશ તીર્થકરેના અનુપમ બિંબને તેમણે ભકિતથી વંદના કરી. પછી ચિત્યમાંથી નીકળીને ગૌતમગણધર એક મોટા અશોક વૃક્ષનીચે બેઠા. ત્યાં અનેક સુરાસુર અને વિદ્યાધરોએ તેમને વંદના કરી. મૈતમ સ્વામીએ તેમને ચગ્યતા પ્રમાણે ધર્મદેશના આપી, અને તેમણે પુછેલા સંદેહ તર્ક શાક્ત વડે કેવલીની જેમ દૂર કર્યા. દેશના આપતાં પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે,
“ સાધુઓ ઉગ્ર તપવડે, જેમના ઉપર માત્ર અસ્થિચમ બાકી રહ્યા છે, જેમના સાંધાઓ શિથિલ થઈ ગયા છે, અને જેઓ ગ્લાની પામી જવાથી માત્ર જીવ સત્તા વડે ધ્રુજતા ધ્રુજતા ચાલે છે, એવા થઈ જાય છે.” - ગૌતમ સ્વામિના આ વચને સાંભળી વૈશ્રમણ (કુબેર) દેવને આશ્ચર્ય થયું કારણ તેનું શરીર સુવર્ણ જેવી કાંતિવાળું હતું, અને પુષ્ટ આકૃતિ હતી. તેથી વૈશ્રમણ દેવને ઉપરના વચનેના સંબંધમાં સંદેહ આવ્યું, અને એ વચને તેમનામાં જ અઘટિત જાણ જ હસ્યા.
For Private and Personal Use Only