________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ ક પ્રકૃતિ પિતાના વિપાક જીવને દેખાડે જ છે, તે પણ ક્ષેત્રાદિકના પ્રાધાન્યપણાનાકારણથી તેની વિવિક્ષા જુદી જુદી રીતે કરેલી છે. ચાર પ્રકારના આયુષ્યને ભવવિપાકી પ્રકૃતિ એવું નામ આપવામાં આવેલું છે. કેમકે આ ભવમાં પરિણામ વિશેષે ભવાન્સરનું જે ગતિના લાયક આયુષ્ય બાંધ્યું હોય તે ભવાંતરમાં તે ગતિમાં જ ઉદય આવે તેથી તેને ભવ વિપાક પ્રકૃતિ કહે છે. કેટલીક પ્રકૃતિ શરીરના પુદગલને જ અનુગ્રહ ઉપઘાત કરે છે, તે માટે તેને પુગલ વિપાકી એવું નામ આપવામાં આવેલું છે.
આ કર્મ બંધનના અધિકારીઓ સર્વે એક સરખા નથી. તેમાં પણ કંઈક ફરક છે. કંઈક કે કર્મ પ્રકૃતિને બંધ કરે અને કેઈક ન પણ કરે. કેઈ કર્મ તતકાળ ઉદયમાં આવે અને કેઈ કાલાન્તરે આવે. જેને જે અબાધાકાળ હોય તે કાલ પુરો થતાંજ ઉદયમાં આવે છે.
જગતમાં જે સુખ દુઃખ ભેગવે છે, તે સર્વ પિતાપિતાના શુભાશુભ કામના ઉદયનું જ પરિણામ છે. આ કર્મબંધનના નિમિત્ત કારણે જેવા જેવા પ્રકારના હોય છે, તેવા તેવા પ્રકારના કર્મ બંધાય છે. જેમકે નિમિત્ત કારણુ ખરાબ યાને અશુભ હોય છે, તે તેથી અશુભ કર્મને બંધ પડે છે અને તેને વિપાક પણ અશુભ દુઃખ પણે ઉદય આવી ભેગવ પડે છે. પાપના કારણે જગતમાં વિવિધ પ્રકારથી ઘણું છે, તે પણ તે તમામને સમાવેશ મુખ્યત્વે અઢાર પ્રકારના પાપ સ્થાનકોમાં થાય છે.
૧ જીવહિંસા–પ્રાણવધ ૨ અસત્ય બોલવું. ૩ ચેરી કરવી, કોઈ પણ મીલકત તેના આખ્યા સીવાય લેવી, ૪ મૈથુન સેવવું. ૫ પરિડરાખવે. ૬ધ કરે, ૭ માન કરવું ૮ માયા કપટ કરવું, ૯ લાભ કરે, ૧૦ શગ કરે, ૧૧ હૅશ કરે, ૧૨ કલહ કરે, ૧૩ પરના ઉપર ખોટા કલંક ચઢાવવા, ૧૪ ચાી ચુગલી કરવી, ૧૫ અનુકૂલ પગ વૈભવાદિકથી મનમાં રાજી થવું, પ્રતિકુળ સંજોગોમાં દિલગીર થવું ૧૬ પરના અવર્ણવાદ બલવા,
For Private and Personal Use Only