________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૦ પિતાની સત્તા કંઈ કામની નથી. અશુભ કર્મબંધનના અશુભ વિપાક ઉદયમાં આવી જીવને પિતાના કટક વિ પાકના ફળ ચખાડે એટલે તેને દુઃખ આપે તે વખતે સંતાપ કરવાથી કાંઇજ ફાયદે નથી. ઉલટ નવીન કર્મ બંધાઈ જીવ પરતંત્ર જ રહયા કરે છે.
સમય સમય જીવ જુના કર્મ ભેગવી ખમાવી દે, અને નવીન કર્મ બંધ કરતો રહે તે જીવની મુકિત કેઈ પણ કાલે થાય નહિ; પરંતુ તેમ નથી. કર્મથી મુકત થવાના પણ ઉપાય છે. કમંથી મુકત થવાના જે ઉપાય જ્ઞાનીઓએ જોયા છે, અને અમલમાં મુકાયા છે, તે જાણવાથી તેને ખુલાસે આપોઆપ થઈ જાય છે.
જેમ જેમ જીવ અજ્ઞાન અને દુર્ગાને છે જ્ઞાનાભ્યાસ પૂર્વક સદ્ગુણામાં આગળ વધતો જાય છે, તેમ તેમ કર્મ બંધનના કારણેને તે અટકાવતે જાય છે. જીવ કેવી રીતે ગુણોમાં આગળ વધતે વધતે છેવટ મુક્તિને પ્રાપ્ત કરે છે, તે સબંધે ચૌદ પ્રકારના ગુણસ્થાન તથા અગીયાર પ્રકારની ગુણશ્રેણી બતાવેલી છે, તેને ઉત્તરોત્તર આદર પૂર્વક સેવનથી કર્મ બંધનના કારણેને જીવ અટકાવતે જાય છે, અને આત્માના સ્વભાવિક ગુણોને પ્રગટ કરતું જાય છે.
નવીન કર્મ બંધ રોકવાના સંબંધમાં સંવરનામનું તત્વ છે. તેના સત્તાવન ભેદ છે. તેનું સ્વરૂપ સમજી તેને આદર કરવાથી નવીન કર્માશ્રવને રોધ થાય છે.
જુના પુરાણું કર્મ ખપાવવાને નિર્જરા નામનું તત્વ છે. તેના મુખ્ય બાર ભેદ છે. તેનું સ્વરૂપ સમજી યથાશક્તિ આસક્તિ રહિત તેનું સેવન કરવાથી જુના કર્મ આત્મ પ્રદેશથી નિર્જરી જાય છે. જેથી તે કમને ફળવિ પાક જોગવવાથી જીવ બચી જાય છે.
ઉપર જણાવેલા કર્મો અનાદિકાળથી જીવને લાગેલા છે, જે પ્રવાહરૂપે જીવની સાથે રહે છે, અને જીવના ઉપર પિતાની સત્તા ચલાવે છે. જીવ પણ તેની સત્તાના દાબમાં પિતાનું યથાર્થ સ્વરૂપ ભુલી જાય છે, અને અજ્ઞાનવશે નાટકના પાત્રની પેઠે જુદા જુદા વેશ ભજવે છે,
For Private and Personal Use Only