________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ વંતના સ્વહસ્તે દીક્ષા લે છે. તેમને શિષ્ય થાય છે. તેને શું ભય છે? તેતે સંસાર સાગરને શીધ્ર તરશે. તેમાં શું અશુભ થાય છે કે, તમે દુઃખી થઈને ખેદ પામે છે? શ્રી જિન ધરના ધર્મને જાણતાં છતાં આવા અશુદ્ધ વચન તમારા મુખમાંથી કેમ નિકળે છે? પુત્રના વિવાહદિ મહેત્સવતે અનંતીવાર કર્યો, તે પણ તૃપ્તિ થવું નહિ. પરંતુ આ ભવમાં તમારા પરમ સુખના હેતુભૂત એવા અમારા ચારિત્રાત્સવ કેમ કરતા નથી ? સંસારમાં સંસારી સંબધે તે વિડંબના રૂપ છે, તેથી ઘેર જઈ ચિત્તની પ્રસન્નતાથી પુત્રના મનોરથની પૂર્તિ કરે, કે જેથી તમારે સાર પણ અલપ થાય, મેં તે ચારિત્ર ગ્રહણ કરવાને નિશ્ચય કર્યો છે, તેથી સંસારના પાસમાં નાખવાવાળા તમારા સનેહગર્ભિત દીનવીને સાંભળીને હું ચલાયમાન થાઉ તેમ નથી.”
આ પ્રમાણે જમાઈના વચને સાંભળી ભદ્રાશેઠાણું તદ્દન નિરાશ થઈ પોતાને ઘેર આવ્યાં.
પછી ધન્યશેઠ હર્ષના સમૂહથી ભરેડ હદયવડે, મેટા માંડબર સાથે વ્રત ગ્રહણ કરવાને ચાલ્યા. તે વખતે જેવી રીતે લહમી પુણ્યને, ચેડા સૂર્યને અને સિદ્ધિઓ સત્વને અનુસરે છે, તેવી રીતે તેમની સર્વ પતિવ્રતા સ્ત્રીઓ પણ સ્વવિભૂતિ સાથે સુખાસનમાં બેસીને ધન્યકુમારને અનુસરી, તેની સાથે દીક્ષા લેવા ચાલી
એ રીતે ધન્ય શેઠ મોટી વિભૂત સહિત અખલિત રીતે દીનહીનને દાન દેતા, સિંહની માફક ઉત્સાહ સહિત ઈદ્રિયના સમુહને વશ કરતા, પ્રિયા સહિત નિકળ્યા. તે ( ધન્યશેઠ ) હજાર પૌરજનેની સ્તુતિ સાંભળતા તથા તેમના માન પામતા જ્યાં ભગવંત મહાવીર પ્રભુ છે તે ગુણશીળ વનમાં આવ્યા.
પીર જનનાં તથા ઘના માણસના મુખેથી ધન્યછેઠને વૃત્તાંત સાંભળીને શાલિભદ્ર શેઠ ૫ સંવેગથી વ્રત લેવામાં ઉત્સુક થયા. પછી માતાની પાસે જઈને યુક્તિ પૂર્વક માતાને સમજાવ્યાં.
For Private and Personal Use Only