________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
૨૭ ભવ. ] કુવાના પાણીમાં ભેળવાને ઉપસર્ગ. વર્ષાકાળ પુરે થયે પછી ત્યાંથી વિહાર કરતા જુદા જુદા
સ્થળને પવિત્ર કરતા, ચંપાનગરી એ ત્રીજુ માણું પધાર્યા. ત્યાં બે માસક્ષમણ કરવાને
અભિગ્રહ લેખને કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહ્યા. ચોમાસુ પૂર્ણ થયા બાદ પ્રભુ વિહાર કરતા કરતા ચોરાક
નામના ગામે પધાર્યા. ત્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કુવાના પાણીમાં મુદ્રાએ રહ્યા, તે પ્રદેશમાં પર ચક્રના ભયથી એળવાને ઉપસર્ગ કેઈ ચેરને શોધનાર રક્ષક પુરૂ ત્યાં
આવ્યા. આ વખતે ગોશાળ પશુ પ્રભુની પાસે હતે.
આ રક્ષક પુરૂષોએ પુછયું તમે કોણ છે?
મૌનપણાના અભિગ્રહવાળા પ્રભુએ કાંઈ ઉત્તર આપે નહી, તેમજ ગોસાળે પણ કંઈ જવાબ આપે નહી.
ઉત્તર ન મલવાથી તેઓએ ધાર્યું કે “ જરૂર આ કઈ છે ચર હોવા જોઈએ, તેથી તેઓ કંઈ બોલતા નથી.”
તે કુર બુદ્ધિવાળા આરક્ષકોએ બને જણને પકડીને બાંધ્યા, અને નજદિકના પ્રદેશમાં એક કુ હતું તે કુવામાં પાણી કાઢવાના ભાજનની જેમ કુવામાં નાખી વારંવાર ઊંચાનિચા કરવા લાગ્યા. પ્રભુ આ સર્વ શમભાવથી સહન કરતા હતા.
એ સમયમાં સામા અને જયતિકા નામની પ્રભુ પાર્શ્વનાથના શાશનની સાધવીઓ વિહાર કરતી તે પ્રદેશમાં આવી. તેમણે લોકોની પાસેથી સાંભળ્યું, કે અમુક સ્વરૂપવાળા કેઈ બે પુરૂને આરક્ષક લોકો કુવામાં રાખી ઊંચાનીચા કરી તેમને પીડા આપે છે. તે સાંભળી તેઓએ વિચાર્યું કે, રખેને એ ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી ન હોય! આવી શંકાથી તે છે સાધવીએ તે સ્થળે આવી. ત્યાં પ્રભુને તે સ્થીતિમાં જયા,
For Private and Personal Use Only