________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૪ શ્રેણિકરાજાએ પ્રભુની પાસે સમકિત અંગીકાર કર્યું હતું,
અને પછી શુદ્ધ શ્રદ્ધાના ગે ભાવ શ્રેણિક રાજના સ- સમકિત પ્રાપ્ત કર્યું હતું. પ્રભુના શાસમકિતના પ્રાપ્તકાળ માં થએલા અનાથીનામના મુનિની સંબંધી વિચારણા. સઝાય, જે સઝાયમાલા ભાગ ૧ લાના
પૃષ્ટ ૭૪ ઉપર તથા બીજા ઘણા ગ્રંથમાં છપાએલ છે, તેના કર્તા ગણિ સમયસુંદર સઝાયની ગાથા આઠમાં નીચે પ્રમાણે જણાવે છે.
કર જે રાજા ગુણસ્તવે, ધન ધન એક અણગાર “ શ્રેણક સમકિત પામીઓ, વાદી પહેરે નગર મઝાર | ૮
આ ઉપરથી એવી માન્યતા કેટલાકની થએલી જણાય છે કે, શ્રેણિક રાજાને અનાથી મુનિના ઉપદેશથી સમિતિની પ્રાપ્તિ થએલી છે. પણ આ કથનને શાસ્ત્રીય આધાર હાય, એમ જણાતું નથી. ઉપદેશપ્રાસાદ વ્યાખ્યાન ૪૨ માં સમકિતના બીજા સંવેગ નામના વિવેચનના સમર્થનમાં, અનાથી મુનિની કથા આપવામાં આવી છે તેમાં અનાથી યુનિએ રાજા શ્રેણિકની પ્રાર્થનાથી અનાથ અને સનાથનું સ્વરૂપ સમજાવતાં, મુનિએ શ્રેણિક રાજાને પિતે શી રીતે અનાથ છે તે સંબંધે પિતાને વૃત્તાંત જણાવ્યું, અને કહ્યું કે હે રાજન ! હું કૌશાંબી નગરીના મહિપાલ રાજાને પુત્ર
છું. મને બાલ્યાવસ્થામાં નેત્રની પીડા થઈ. અનાથી મુનિએ તેથી મારા આખા શરીરમાં દાહજવર અનાથ સનાથનું પેદા થયે. મારી વ્યથા દૂર કરવા માટે સમજાવેલું સ્વરૂપ. અનેક મંત્રવાદીઓએ તથા વૈદ્યોએ અનેક
ઉપાય કર્યો. પરંતુ તેઓ મારી વ્યથા દૂર કરી શકયા નહી. મારા પિતાએ મારા માટે પોતાનું સર્વસ્વ આપી દેવાનું કબૂલ કર્યું, પરંતુ મને દુઃખથી મુક્ત કરી શકયા નહી. મારા પિતા, માતા, બ્રાતા, બહેન, અને સ્ત્રી વિગેરે સર્વ
For Private and Personal Use Only