________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] મેધ કુમારની દીક્ષા.
૫૬૭ આ ઉપરાંત ધારણું રાણીના પુત્ર મેઘકુમાર, પ્રભુની દેશના
સાંભળી વૈરાગ્ય પામી, માતા પિતાની મેઘકુમારની દીક્ષા, રજા મેળવી, મહાસ્વરૂપવતી અને ગુણી
અલ આઠ સ્ત્રીઓને તજી, પ્રભુ પાસે દીક્ષા લીધાને અધિકાર જ્ઞાતાસૂત્રના પહેલા અધ્યયનમાં છે. તેમાં વિસ્તારથી મેઘકુમારનું ચરિત્ર આપવામાં આવ્યું છે. કલ્પસૂત્રની અંદર તથા ત્રીશષ્ટિસલાકા પુરૂષ ચરિત્રમાં, ભગવંત મહાવીરના ચરિત્રના અંગે જે વર્ણન આપવામાં આવ્યું છે તે સંક્ષિપ્ત છે. ભગવંતની સાથે ઘણા સાધુ છે.
મેઘકુમારે દીક્ષા લીધી. ભગવંતે તેમને શિક્ષા ગ્રહણ કરવા માટે સ્થવિર (વૃદ્ધ) મુનિને સુપ્રત કર્યા. દીક્ષાની રાત્રીએ પૌરૂષી ભણાવ્યા પછી, સંથારો કરતાં નાના મોટાના વ્યવહારથી તેમને સંથાર સર્વ સાધુની પછી ઉપાશ્રય બારણુ નજીક આવ્યું. ત્યાં રાત્રીએ જતાં આવતાં સાધુના ચરણના પ્રહારથી, અને તેમના અથડાવા વિગેરેથી, મેઘમુનિ બહુ ખિન્ન થયા. તે વિચારવા લાગ્યો કે, “અરે મારે સુખકારી આવાસ કયાં ! મારી કોમલ પુષ્પૌમ્યા કયાં ! અંગનાના અંગસંગથી ઉત્પન્ન થતું સુખ કયાં! અને આ કઠીન ભૂમિમાં આળે ટવું કયાં! આ સાધુઓ પ્રથમ તે મારા પ્રતિ આદરવાળા હતા, અને હવે તે તેજ સાધુઓ મને પગ વિગેરેને સંઘટ કરે છે. તેથી જે આજની રાત્રિ સુખે સુખે જાય તે, પ્રાતઃ કાલમાં વીર પ્રભુને પૂછી, રજોહરણ આદિ વેષ પાછો સોંપીને હું મહારા ઘેર ચાલ્યા જઈશ.” એ પ્રમાણે ચિંતવી મેઘમુનિ પ્રાતઃ કાળે પ્રભુ પાસે આવ્યા. ભગવતે તેઓને આવતાંની સાથે જ કહ્યું કે, “હે મેઘ ! તે આજ રાત્રિના ચારે પહાર દુઃખ અનુભવ્યું છે, અને ઘેર જવાને વિચાર કરેલો છે. આ હકીકત ખરી છે?” મેઘમુનિએ વિનયથી જવાબ આપે કે, હા! પ્રભુ ખરી છે. ત્યારે ભગવંતે કહ્યું કે, “હે મેઘમુનિ ! આ દુઃખ તે શું છે? પણ જે દુઃખ તે આ ભવથી ત્રીજે ભવે અનુભવેલું છે તે સાંભળ, એમ
For Private and Personal Use Only