________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૧૭ ભગવંતે દીક્ષાના દિવસથી જ કાયાને સરાવી દીધી હતી, મતલબ કાયા ઉપર મમત્વભાવ બીલકુલ કાઢી નાખ્યા હતા; અને તે ભાવ છેવટ સુધી ટકાવી રાખ્યા હતા.
જેમ કોઈ પુરૂષ ગાય દેહવાને બેસે તેવે આને પ્રભુ બેઠેલા, પણ દીક્ષા દિવસથી કેવળજ્ઞાન પ્રાપ્તિ સુધી કઈ દિવસે પૃથ્વી–ભૂમિ ઉપર સ્થિર થઈને બેઠેલા નહીં.
દીક્ષા લીધી ત્યારથી કેવળજ્ઞાનની પ્રાપ્તિના કાલ સુધીમાં, ફકત શુલપાણી યક્ષના દેહેરે માત્ર બે ઘડી નિંદ્રા કરી છે; બાકીને સર્વકાલ નિદ્રા વિનામાં પસાર કર્યો છે.
નિદ્રા વિના આટલે બધે કાળ માણસ રહી શકે કેમ? એ પ્રશ્ન પણ હાલના કાલમાં સ્વાભાવિક રીતે ઉદભવ પામે છે. પ્રથમ નિંદ્રા વસ્તુ શું છે ? એનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સમજવાની જરૂર છે. આત્માને સ્વભાવિક ધર્મ ઉજાગર દશાને છે. નિંદ્રા કરવી એ પણ પુગલીક ધર્મ છે. આઠ પ્રકારના કર્મોમાં દર્શનાવરણીય નામનું બીજુ કર્મ છે. તેના નવ ભેદમાં પાંચ ભેદ નિંદ્રાના છે. એ દર્શનાવરણીય કર્મ જેમ જેમ ઓછુ થતું જાય, તેમ તેમ નિંદ્રા ઓછી થતી જાય છે. કેવળજ્ઞાનીઓનું દર્શનાવરણય કર્મ સવથા નાશ પામે છે, ત્યાર પછી તેઓની સ્થીતિ ઉજાગર દશાની હોય છે; મતલબ તે પછી તેમને નિંદ્રા બીલકુલ હોતી નથી. કેવલી અવરથાને ઉત્કૃષ્ટ કાળ દેશેઉણુ પુર્વ ક્રોડ સુધી શાસામાં બતાવે છે, એટલે આ સંબંધમાં આગમની શ્રદ્ધાવાળા અને શંકા રહેશે નહી. જેમને આગમના વચને પર શ્રદ્ધા નથી, તેઓના માટે તે તેઓ ગમે તેવી કલ્પના અને શંકા કરવાને સ્વતંત્ર છે. આત્મિક લક્ષમી સ્વરાજ્ય-અનંતજ્ઞાન, દર્શન, અને ચારિત્ર
જે આત્મામાં છે, તેને ઘાતિ કર્મ રૂપ ચાર લક્ષ્યબિંદુ- મહાન શત્રુઓએ દબાવી દીધેલી છે, તે
આત્મિક લક્ષમી પ્રગટ કરવાનું જ ભગવંતનું
For Private and Personal Use Only