________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૭ છે. એ લતાને મૂળમાંથી છેદી નાંખી છે, અને તેના વિષરૂપે ફળથી મુકત થઇ ચુખ સમાધિમાં હું વિચારું છું.”
કેશીકુમાર-બજાજવલ્યમાન ઘેર અગ્નિ સંસારમાં સળગી રાપો છે જે શરીરને દહે છે, તે અગ્નિ આપ કોને કહે છે? ને તે અનિને આપ શી રીતે બુઝાવી શક્યા છે?”
ગૌતમ-- ચાર કષાય અગ્નિરૂપ છે, અને જ્ઞાન, શીલ તથા તપ જળરૂપ છે. જ્ઞાનરૂપી જલધારાએ સીંચાયેલો અગ્નિ ઓલવાઈ જાય છે. મહામેઘજ્ઞાનથી ઉત્પન્ન થયેલી નદીના ઉત્તમ જળવડે હું એ અગ્નિને નિરંતર સીંચુ છું. તેથી તે અગ્નિ મને બાળી શકતું નથી.” - કેશીકુમાર–“અતિ સાહસિક, ભયંકર, અને દુષ્ટ અશ્વ ઉન્માર્ગને વિષે દેડે છે, એવા અશ્વ ઊપર આરૂઢ થયેલ હોવા છતાં, આપને ઉન્માર્ગને વિષે કેમ ઘસડી જતો નથી? એ અશ્વનું નામ શું? અને કેને આપ અશ્વ કહે છે ? "
ૌતમ –“ મન એ અતિ સાહસિક, ભયંકર અને દુષ્ટ અશ્વ છે. એ મન રૂપી અશ્વને જ્ઞાન અને ધર્મ શિક્ષારૂપી લગામ વડે વશ કરું છું. હું તે અવને ઉન્માર્ગને વિષે જતાં અટકાવું છું. તેથી તે મને આડે માર્ગે લઈ જઈ શકતું નથી, પણ તે સન્માર્ગે ચાલે છે, અને જાતવંત અa બની રહે છે.”
કેશીકુમાર--“આ લેકને વિષે કુમાર્ગો ઘણું છે, જે મનુષ્યને આડે માર્ગે દોરી જાય છે. એમ છતાં આપ ઉન્માગે ન દેરવાઈ જતાં, સન્માર્ગને વિષે શી રીતે રહી શકે છે? આપ માગ કેને કહે છે?”
ગતમ–“હે મહામુનિ ! કુમાગીઓ અને પાખીઓ ઉન્માર્ગને વિષે સ્થાપિત થયેલા છે. છક્ત માર્ગ એ સન્માર્ગ છે, અને તે મુક્તિને દાતા છે. જેઓ સન્માર્ગે ચાલે છે, અને જેઓ ઉન્માર્ગે પ્રવર્તે છે, તે સર્વને હું સારી પેઠે જાણું છું. તેથી હું ઉન્માર્ગે દોરવાઈ જ નથી.”
For Private and Personal Use Only