________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
એકવીશ ગુણ. ૧૮ વિનય ગુણ-જેનાથી આઠ પ્રકારના કર્મોને નાશ કરી શકાય, દૂર કરી શકાય તેને વિનય કહે છે.
વિનય એજ સમ્યકજ્ઞાન દશન વિગેરે સઘળા ગુણેનું મૂળ છે, અને તે ગુણેજ સુખના મૂળ છે, તેથી વિનય એ પ્રશસ્ત ગુણ છે. ”
વિનયજ જિનશાસનનું મૂળ છે, માટે સંયત સાધુએ વિનીત થવું જોઈએ, કારણ કે વિનયથી રહિત જનને તપ અને ધમની પ્રાપ્તિ થઈ શકતી નથી. -
વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મેક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ પ્રાપ્ત થતાં અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે.
૧૯ કૃતજ્ઞ પણું–બીજાએ કરેલા ઉપકારને વિસાર્યા વગર જાણતા રહે તે કૃતજ્ઞ કહેવાય છે.
કૃતજ્ઞપુરૂષ ધર્મ, ગુરૂ વિગેરેને ખરી બુદ્ધિથી પરમપકારી ગણીને તેમનું બહુમાન કરે છે. તેથી ગુણેની વૃદ્ધિ થાય છે, માટે કૃતજ્ઞ જ બીજા ગુણેને ગ્ય ગણાય છે.
- ૨૦ પરહિતાર્થ કારી-જેમને કુદરતી સ્વભાવજ બીજાએનું હિત કરવામાં અતિશય રકત હોય, તે પરહિતકારી કહેવાય છે.
પરનું હિત સાધવામાં તૈયાર રહેનાર ધન્ય પુરૂષ છે, કેમકે તે ધર્મને ખરા રહસ્યને બરાબર જાણનાર હોવાથી, નિરપૂર મહાસત્વવાન રહી બીજાઓને પણ માર્ગમાં સ્થાપે છે,
ધર્મના રહસ્યને જાણનાર ગીતાર્થ પુરૂષ બીજા અજાણ જનેને સદ્દગુરૂ પાસે સાંભળેલ આગમના વચનેના પ્રમાણુથી શુદ્ધ ધર્મમાં સ્થાપે છે, એટલે પ્રવર્તાવે છે, અને જાણકારોમાં પણ જે સીદાતા હેય તેમને સ્થિર કરે છે.
આ ગુણ સાધુ અને શ્રાવક બનેએ ઉપાર્જન કરવા લાયક છે. શ્રાવક પણ પોતાની ભૂમિકાના અનુસારે-અધિકાર પ્રમાણે-પર
For Private and Personal Use Only