________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. 3 ઉત્તમ પ્રકારના સંસ્કારની જરૂર. ૧૮૫ આવે છે, તે સંસ્કારે અગામી ભવમાં પણ ઉદય પામે છે. તેથી ભાવિ ઉન્નતિના ઈચ્છકે પેતાના જીવનને શુદ્ધ ઉત્તમ પ્રકારના સંસ્કારથી વાસીત કરવાને પિતાથી બને તેટલે પ્રયત્ન કરી જોઈએ. આજુબાજુના વિપરીત સંજોગોમાં પણ પોતાનું ચારિત્ર નિષ્કલંક રહે તેના માટે કાલજી રાખવી જોઇએ જગતની અંદર આત્મિક વિશુદ્ધિ-નિર્મ ળતા–જેવી ઉત્તમ ચીજ બીજી કઈ પણ નથી. જે કઈ તાત્વિક સુખ છે તે તેમાં જ છે. તે સુખની આગળ જગતના પુદગલીક-આહ્ય સુખની કંઇજ કિમત નથી. આ સુખની પ્રાપ્તિનું જે કઈ પણ શુદ્ધ નિમિત્ત કારણ હોય તે તે સર્વ વિરતી ચારિત્ર ધર્મરાધનજ છે, અનંતા તીર્થકરોએ એ માર્ગને સ્વીકાર કરેલો છે, ને પ્રભુ મહાવીરે પણ તેનેજ આદર કરેલ છે. આ ઉપરથી ગૃહસ્થ ધર્મની અંદર રહી મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે, અને ચારિત્ર ધર્મ અંગીકારની જરૂર નથી, એવી જેમની માન્યતા છે, તે માન્યતા વાસ્તવિક નથી, એમ પ્રભુના આ વ્રત અંગીકારના પ્રસંગથી ખાત્રી થાય છે, પ્રભુ જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં હતા, ત્યાં સુધી લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી અને જોઈ શકતા હતા. કેટલાક ભવ્ય, નિકટભવી અને હલુકમ જીવોને સંસારનું અનિત્યાદિ સ્વરૂપ સમજાયાથી, તેમજ પિતાના પૂર્વભવને વૃતાંત જાણવાથી વૈરાગ્ય ભાવ થતું, અને તેઓ સર્વ વિરતી ચારિત્ર અંગીકાર કરી તેનું શુદ્ધ પાલન કરી કર્મ ક્ષય કરી સિદ્ધિપદને પામેલા છે. કેટલાંક અલ્પ સંસાર કરી દેવ અને મનુષ્યગતિમાં ગએલા છે. જેઓ સર્વ વિરતી ચારીત્ર અંગીકાર કરી પાળી શકવા પોતાને અશકત માનતા તેઓ શ્રાવકના વતે સમ્યકત્વમૂલ બાર વ્રત અંગીકાર કરી મેક્ષમાર્ગની સાધનામાં તત્પર થયા હતા,
દીક્ષા અંગીકાર કરવાથી પ્રભુને મન પર્યાવજ્ઞાન થયું, તેથી હવે અઢી દ્વિપમાં રહેલા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્ય પંચેદ્રિના મને ભાવ જાણવાને શકિતમાન થયા.
24
For Private and Personal Use Only