________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 વસુમતીનું વેચાણ અને મૂલાને ભલામણ ૨૫૭ દેવગે ધનાવહ શેઠ તે રસ્તેથી જતા હતા. તેમને વસુમતી
ને જોઈને વિચાર થયો કે, “આ બાળાની વસુમતીનું વેચાણ. મુખાકૃતિ જોતાં કેઈ સામાન્ય મનુષ્યની
પુત્રી જણાતી નથી, પણ યુથમાંથી ભ્રષ્ટ થએલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે, તેમ માતાપિતાથી વિખુટી પડેલી આ કન્યા આવા નિર્દય માણસના હાથમાં આવેલી જણાય છે. તેણે અહિ કરીયાણાની જેમ બજારમાં મૂલ્ય લઈને વેચવા મુકી છે, તેથી તે બીચારી જરૂર કેઈ હીન માણસના હાથમાં સપડાઈ જશે માટે આ કૃપાપાત્ર કન્યાને હુંજ ખરીદ કરું. પિતાની પુત્રીની જેમ તેની ઉપેક્ષા કરવાને હું અશકત છું. કોઈપણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દૈવગે તેના સ્વજન વર્ગને સંગ પણું થઈ જશે.” આ પ્રમાણે વિચાર કરી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી, અનુકંપાથી તે બાળાને તે શેઠ પોતાને ઘેર લઈ ગયા.
શેઠે સ્વચ્છ અને નિર્મળ બુદ્ધિથી તે બાળાને પુછયું કે, “હે વત્સ! તમે કેની કન્યા છે. ? તમારા માતપિતાનું શું નામ છે ? તે કહો. તમે ભય પામશે નહી. હું તમને મહારી પુત્રી તુલ્ય ગણીશ, તમે મહારે ત્યાં નિર્ભય રીતે રહે.”
પિતાના કુળની અતિ મહત્તા હેવાથી તે બાળા એ કંઈ ઉત્તર આપે નહી, અને નીચું મુખ કરી પ્લાન મુખથી ઉભી રહી.
શેઠે મૂલા શેઠાણીને બોલાવી અને તે બાળાને તેને સુપ્રત કરી કહ્યું કે, “હે પ્રિયા ! આ કન્યાનું આપણું પુત્રી સમાન પાલન કરજે. બાપતીમાં આવી પડેલી અને મા બાપથી વિખુટી પડેલી આવી બાળાઓનું રક્ષણ કરવું એ આપણો આચાર છે. દુઃખી જનેને દુઃખમાં મદદ કરવી એજ ગ્રહથધર્મનું ભૂષણ છે. માટે આ બાળાનું અતિ યત્નથી પુપની જેમ સારી રીતે લાલના પાલન કરજે.”
For Private and Personal Use Only