________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] શરીરને ધર્મ
૧૮૭ કડવા અને દુઃખ પ્રસંગોને અનુભવ કરે પડે છે, તેથી એ રાજ્ય પ્રાપ્તિ સર્વથા સુખમય છે એમ નથી જ. આતે લૌકિક દિવ્ય સ્વરાજ્ય છે. એવા સ્વરાજ્ય ચતુર્ગતિ રૂપ સંસારમાં રઝળાવનાર છે, એટલું જ નહિ પણ “રાજ્યના અંતે નરક એવી એક લૌકિક પણ માન્યતા છે. એ માન્યતામાં તત્વ રહેલું છે. તે સર્વથા મિથ્યા નથી. રાજ્યની મર્યાદા વધારવા, દેશ જીતવા, તેના માટે વિવિધ પ્રકારના વિગ્રહ ઉભા કરવા, એતે રાજાએનું કર્તવ્ય મનાય છે. વિગ્રહના પ્રસંગે થતી હિંસાના માટે રાજા જવાબદાર નથી, એવા મિથ્યા મતિઓના અભિપ્રાય ઉપર રાજાઓ મુસ્તાક રહે છે; અને વિનાકારણના વિગ્રહો ઉભા કરવામાં તેઓ પોતાનું કર્તવ્ય અને આનંદ માને છે. મૃગયા રમવી, શીકાર કર એ તે રાજાઓને ધર્મ છે, અને તેના શીવાય શરાએનું શૂરાતન ટકી શકે નહિં, એવી નિર્માલ્ય માન્યતા એટલી બધી વૃદ્ધિ પામી છે કે, બીચારા નીર્દોષ પશુ પક્ષિઓના પ્રાણુ લેવામાં રાજાઓ, રાજકુમાર અને સૈનિકે પોતાની બહાદુરી માને છે. એ ક્રિયામાં તેઓને કઈ પાપ લાગતું નથી એવી જન્મથી જ તેમની ભૂલ ભરેલી માન્યતા હોય છે. દયા ધર્મ એ દેશને અર્ધગતિમાં લાવનાર છે, એવા શુદ્ર વિકલપ કરનારના ભૂતકાળના ઈતિહાસના અજ્ઞાનપણું ઉપર હસવું આવ્યા શીવાય રહેતું નથી. ખરેખરા શુરવીરમાંજ દયા પ્રધાન હોય છે. તેઓ નિરપરાધી જંતુઓને મારવામાં પિતાનું પરાક્રમ-શુરાતન છે એમ માનતા જ નથી. નિરપરાધીઓનું રક્ષણ કરવું એ તે રાજાઓને ધર્મ છે. પરાક્રમવાનને તે જન્મથીજ એટલું બધું બલ પ્રાપ્ત થએલું હોય છે કે, તેમને તે ટકાવી રાખવાને આવા પ્રકારના મિથ્યા પ્રગો કરવાની જરૂર પડતી નથી, ન્યાયની રીતે રાજ્ય ચલાવતાં વિગ્રહને પ્રસંગ આવી પડે છે, તે વખતે તેઓ પોતાનું વિરત્વ બતાવી વિગ્રહમાં જય મેળવવાને વિજયી નિવડે છે. ભૂતકાળમાં એવા ઘણું બનાવ બનેલા છે; અને તે સર્વ ઈતિહાસ પ્રસિદ્ધ છે.
For Private and Personal Use Only