________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભાવ ] ઈદ્ર સભાનું વર્ણન.
૨૨૭ ક્રમથી ચાર અહોરાત્ર સુધી તે પ્રતિમામાં રહ્યા. એમ દશમ (ચારઉપવાસ) વડે મહા ભદ્રા પ્રતિમા પૂર્ણ કરીને તરતજ બાવીશન (દશ ઉપવાશ) ને તપ વડે સર્વતે ભદ્રા પ્રતિમા અંગીકાર કરી. તે પ્રતિમા આરાધતાં દશે દિશાઓમાં પ્રત્યેક એક એક અહે રાત્ર રહ્યા. તેમાં ઉર્વ અને અર્ધ દિશાના પ્રસંગે ઉર્ધ્વને અધ ભાગે રહેલા દ્રવ્ય ઉપર દષ્ટિ સ્થાપિત કરી. એવી રિતે ત્રણે પ્રતિમા કરીને પારણાને માટે ફરતા ફરતા આનંદ નામના કોઈ ગૃહસ્થને ઘેર ગયા.
તે ગૃહસ્થની બહલા નામે કોઈ દાસી પાત્ર છેતી હતી. તે ટાઢું અન્ન કાઢી નાખતી હતી. તેવામાં પ્રભુને ફરતા જોઈને તે બેલી કે “હે સાધુ ? તમારે શું આકર્ષે છે ?” પ્રભુએ હાથ પસાચ એટલે તેણીએ ભક્તિથી અન્ન આપ્યું. પ્રભુના પારણાથી પ્રસન્ન થએલા દેવતાઓએ ત્યાં પાંચ દિવ્ય પ્રગટ કર્યા. તે જોઈને
કે ઘણા હર્ષ પામ્યા. રાજાએ તે બહુલા દાસીને દાસીપણુમાંથી મુકત કરી “પ્રભુના પ્રસાદથી ભવ્ય પ્રાણીઓ ભવથી મુકત થાય છે, તે આમાંશુ આશ્ચર્ય ?” ત્યાંથી વિહાર કરતાં પ્રભુ ઘણુ પ્લેચ્છ કે થી ભરપૂર એવી
દઢ ભૂમિમાં આવ્યા. ત્યાં પેઢાલ નામે ઈદ્રની પ્રસંશા. ગામની નજીક પેઢાલ નામના ઉદ્યાનમાં
પિલાસ નામના ચૈત્યમાં પ્રભુએ અઠ્ઠમ તપ (ત્રણ ઉપવાસ) કરીને પ્રવેશ કર્યો. ત્યાં જતુઓને ઉપરાધ ન થાય તેવા એક શિલાતલ ઉપર જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવી, ચિત્ત સ્થિર કરી, નિમેષ રહિત નેત્રે રૂક્ષ દ્રવ્ય ઉપર દષ્ટિ રાખીને, પ્રભુ એક રાત્રિની મહા ભદ્રા પ્રતિમાએ રહ્યા. તે સમયે શકે, સુધર્મા નામા દેવલોકની સભામાં, ચોરાસી હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશ ( ગુરૂસ્થાનકીઆ) દેવતાઓ, ત્રણ સભાઓ “ ૧ અત્યંતર સભા, ૨ મધ્ય સભા અને ૩ ત્રીજી બાહ્યા સભા”, ચાર લોક પાસે, અસંખ્ય પ્રકીર્ણ દેવતાઓ, ચારે દિશાઓમાં દઢ પકિર બાંધીને રહેલે પ્રત્યેકે પ્રત્યેકે ચોરાસી હજાર હજાર અંગરક્ષકે, સેનાથી વીંટાએલા સાત સેનાપતિએ,
For Private and Personal Use Only