________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૪ વધતું જાય છે, તેમ તેમ તેનામાં રહેલી મૈથુન ભાવના કર્મી થતી જાય છે. અનાદિ કાળની એ અશુદ્ધ વૃત્તિને જીતવાને શીયળ એ પ્રબલ શા છે. બ્રહ્મચર્ય શબ્દનું રહસ્ય એ છે કે, મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી. શુદ્ધ બ્રહ્મચર્ય પાળનાર મેક્ષ માર્ગ આરાધન કરનારની ગણત્રીમાં આવે છે, તેથી શીયલ એ પણ ધર્મ છે. બીજી રીતે શીલ એ ઉત્તમ પ્રકારના આચારનું નામ છે, અને ચારિત્ર ધર્મનું પાલન એજ ઉત્તમ પ્રકારને આચાર છે. તેથી શળધર્મથી દેશ વિરતી ચારિત્ર ધર્મનું પાલન એને પણ ધર્મ કહ છે; અને તે પણ આત્મ ગુણ પ્રગટ કરવાનું પ્રબલ કારણ છે. આહાર કરે એ આત્મ સ્વભાવ નથી આહારથી શરીરનું પિષણ થાય છે, આત્માનું થતું નથી. જીવને મૂળ સ્વભાવ અનાહારી છે. એ અનાહારી ગુણ પ્રગટ કરવાને તપ પ્રવૃત્તિ એજ ઉપાય છે. ૧ અનશન, ૨ ઉનેદરી. ૩ વૃત્તિ સંક્ષેપ, અને ૪ રસ ત્યાગ એ ચાર પ્રકારના તપને સમાવેશ છ પ્રકારના બાહય તપમાં થાય છે. તેનું સેવન એજ આહાર સંજ્ઞા ને છતવાને ઉપાય છે. જેમ જેમ એનું સેવન વધતું જશે તેમ તેમ આહાર સંજ્ઞા કમી થશે. “ઈચ્છા ધન ” એ તપનું મૂળ લક્ષણ છે. જગતના ભેદ પદાર્થો ઉપરની ઇચ્છાને રોકવી એ ઉત્તમોત્તમ તપ છે.
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔદયિક અને પરિ. ણામિક એમ મુખ્ય પાંચ ભેદ ભાવના છે. તેના ઉત્તર ભેદ રેપન છે. આત્માને શુદ્ધ સ્વભાવ ક્ષાયિક ભાવ છે; અને તે જ્યારે ચાર પ્રકારના ઘાતિ કર્મક્ષય થાય છે, ત્યારે જ સર્વથા પ્રગટ થાય છે. જેમ જેમ કર્મપ્રકૃતિની સત્તા આત્મામાંથી નાશ થાય છે, તેમ તેમ એ ભાવ પ્રગટ થતું જાય છે. બાકીના જે ભાવ છે તે કર્મના ઉપશમ, ક્ષયેશમાદિથી પ્રગટ થાય છે. એનું સ્વરૂપ બીતિ નામા ચતુર્થ કર્મગ્રંથમાં ગાથા ચેસઠથી સીતેરમી ગાથા સુધીમાં બતાવવામાં આવ્યું છે. જીજ્ઞાસુએ ત્યાથી સમજી લેવા પ્રયત્ન કર. મૈત્રી આદિ ચાર ભાવના, અને અનિત્યાદિ બાર ભાવના
For Private and Personal Use Only