________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભા. ] પંચ મુષ્ટિ લચ.
૧૮૧ “હે પ્રભુ! તમે અછત એવી ઈદ્ધિઓને અતિચાર રહિત એવા જ્ઞાન દર્શન અને ચારિત્રથી વશ કરે. અંગીકાર કરેલા શ્રમણ ધર્મને શુદ્ધ રીતે પાળે. અનેક પ્રકારના વિન અને પરિસહે ઉપર જીત મેળવી, સિદ્ધિ સુખ મેળવે. તમને વિનને અભાવ થાવ. રાગ દ્વેષ રૂપી મેહમિલને આપ નિશ્ચયપૂર્વક નાશ કરો, સંતોષ તથા વૈર્યને ધારણ કરી બાહા અને અત્યંતર તપથી આઠ કરૂપી શત્રુઓનું મર્દન કરે, ઉત્તમ એવા શુકલ ધ્યાનથી તિમિર રહિત એવું અનુપમ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કરે, અને મોક્ષરૂપી પરમ પદને પ્રાપ્ત કરશે.”
તે દિવસે ત્રીજા પહોરે ઉત્તરા ફાલગુની નક્ષત્ર સાથે ચંદ્રને વેગ આવ્યું, તે પહેલાં પ્રભુએ પિતાના શરીર પરના સર્વ આભૂષણે ઉતાર્યા. તે સર્વ કુલની મહત્તરાએ હંસ લક્ષણવાળી સાડીમાં લીધાં.
બરાબર મુહુર્તને સમય થયે તે વખતે, પ્રભુએ પિતાની મેળેજ પંચ મુષ્ટિલેચ કર્યો, એટલે એક મુષ્ટિથી દાઢી તથા મુછના બાલને તથા ચાર મુષ્ટિથી મસ્તક પરના કેશને લેચ કર્યો. તે કેશને ઈદ્ર મહારાજે લેઈ ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.
લેચ કર્યા પછી પ્રભુએ સવમુખે પંચ મહાવ્રતને અંગીકાર કરવાને કરેમિ સામાઇયં સવં સાવજ જે ગં પચ્ચખામિ” એ આલાવાવાલો પાઠ ઉચ્ચારણ કર્યો. તે વખતે પ્રભુને ચોથું મન પર્યવ નામાં જ્ઞાન ઉપન્યું. ઈદ્ર દેવ દુષ્ય વસ્ત્ર પ્રભુના ડાબા ખભે પધર રાવ્યું. તીર્થકરે સ્વયં જ્ઞાતા હોય છે, તેમને કેહના ઉપદેશની કે આજ્ઞાની જરૂર હોતી નથી. તેથી સર્વ સામાયિક અંગીકાર કરતી વખતે કરેમિ ભંતે એ પાઠ ન બોલે પણ “નમો સિદ્ધાણું કહી સમાયિકને ઉચ્ચાર કરે. એ તીર્થકરોને ક૫ આચાર છે.
- શ્રી આચારાંગ સૂત્રના વીસમા અધ્યનમાં પ્રભુની દીક્ષાના સંબધે જણાવેલ છે કે,
For Private and Personal Use Only