________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૪
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૨૪ દેશનાની અપૂર્વ લબ્ધિવાળા હતા. તે પણ નિકાચિત ભેગકર્મથી મુકાયા નહીં. માટે કર્મની ગતિ વિચિત્ર છે. આવા બનાવના પ્રસંગે જ્ઞાનીઓ કર્મ સ્વરૂપની વિચારણા કરી, મધ્યસ્થ ભાવમાં રહે છે,
જ્યારે સામાન્ય બાળક જ્ઞાનાભાવે, તે વ્યક્તિ ઉપરાંત શાસનના નિંદક થઈ ભારેકર્મી બને છે. તેમ ન થવા માટે ઉપગની જાગૃતિ રાખવાની જરૂર છે.
દશાર્ણ દેશના રાજા પણ ભગવંતના સેવક હતા. તેમને દશાણ ભદ્રરાજ વૃત્તાંત સાધુ પ્રકરજીમાં આવી ગયો છે.
જૈનક્ષત્રીયરાજાએ પ્રાયઃ રાજ્યપાલનના પ્રસંગે ન્યાયથી રાજ્ય ચલાવવાને માટે પિતાનું લક્ષ ચુક્તા નહી. તેઓ મહાન
દ્ધાઓ હેઈ, લઢાઈના પ્રસંગે પિતાનું પરાક્રમ બતાવવાનું ચુકતા નહી. છતાં તેઓ કેવળ નિર્દોષ પશુ પક્ષીઓને શીકાર કરી હિંસા કરતા નહી. નિર્દોષ અને બીન અપરાધી છને પિતાથી પીડા થાય નહી, એ નિયમનું તેઓ પાલન કરતા. ભગવંત ઋષભદેવના પુત્ર ભરત અને બાહુબલે તે, તેમના વચચેની લઢાઈના પ્રસંગે લશ્કરને નાશ થતે જોઈ, લઢાઈને અટકાવી, બન્ને પક્ષના રાજાઓ જાતે જ કંદયુદ્ધમાં ઉતર્યા હતા. હાલના જમાનામાં લઢાઈના પ્રસંગે યાંત્રિકબળથી લાખે મનુષ્યનો સંહાર થાય અને રાજા, પ્રધાને, અને સેનાપતિઓ યુદ્ધના મેખરે ઉભા રહે નહિ. જેન રાજાઓ, પ્રધાન તથા સેનાપતિઓ પોતાના ધર્મના પાલનમાં તત્પર છતાં, લઢાઈના પ્રસંગે વીરત્વ બતાવવાને પાછી પાની કરતા નહીં, એટલું જ નહીં પણ જૈન પ્રધાને અને સેનાપતિઓ લઢાઈમાં જાતે ઉતરી વિજય મેળવ્યાના દાખલાઓ ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. છતાં કેટલાંક લેખકે જૈનધર્મ અંગીકાર કરવાથી ક્ષત્રીય રાજાઓ ક્ષાત્રધર્મ ભુલી જાય છે, આવા પ્રકારના સત્યથી રહિત આક્ષેપ કરે છે, એ તેઓ ખરેખર જૈનધર્મના ઈતિહાસના યથાર્થ જ્ઞાનના અભાવે જેનોને અન્યાય કરે છે. તે પ્રમાણે પ્રસંગ ન થાય અને જેનધર્મના શાસ્ત્ર અને ઈતિહાસનું તેના અભ્યાસીઓ પાસેથી જ્ઞાન મેળવી, તેઓ ન્યાયી પ્રવૃત્તિ ચલાવશે એવી આપણે આશા રાખીશું.
For Private and Personal Use Only