________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૯ જણાઈ આવે છે. તીર્થકર શીવાયના મુનિઓને તેમના શુદ્ધ નિર્મળ ચારિત્ર અને તપના બળથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે,
જ્યારે તીર્થકરને એવી લબ્ધિઓ જન્મથી સ્વભાવથી જ હોય છે, અને તે ઉપરાંત તેઓને સ્વભાવથીજ અતિશય પ્રાપ્ત થાય છે. અતિશના અધિકારી ફકત તીર્થકરે જ છે. તીર્થકરેને જે અતિશય પ્રાપ્ત થાય છે, તે તેમના આત્મિક વિકાસનું જ પરિણામ છે. અતિશય એટલે જે ગુણેનું વર્ણન કરવું છે, તે ગુણનું પરાકાષ્ટાએ પહોંચવું. તે અસાધારણ ગુણ છે. તે ગુણ તીર્થંકર શીવાય બીજા કેઈનમાં હેય જ નહિ. જગતમાં પૂર્વકાળમાં અનંતા તીર્થકર થયા તે તમામને એ અતિશય હતા. તે અતિશય ચેત્રીસ પ્રકારના છે. ભગવંત મહાવીર દેવને પણ તેવા પ્રકારના અતિશય પ્રાપ્ત થએલા હતા. એ ચેત્રીશ પૈકી ચાર અતિશતે પૂર્વના તીર્થ કરવાની માફક પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયા હતા.
જન્મથી ચાર અતિશય. ૧ભગવંત દેહ સર્વ લોકો કરતાં શ્રેષ્ઠ (લોકેત્તર) અને અદભૂત સ્વરૂપવાન હતું, તેમજ વ્યાધિ, પરદ અને મેલ રહિત દેહ હતે.
૨ ભગવંતને શ્વાસોશ્વાસ કમળના પરિમલના જે સુગંધી હતે.
૩ ભગવંતના દેહની અંદરનું માંસ અને રૂધીર ગાયના દુધ જેવું ઉજવલ શ્વેત હતું.
૪ ભગવંત જે આહાર કરતા હતા, તે ચર્મ ચક્ષુવાળા પ્રાણીઓ (મનુષ્યાદિક) જોઈ શકતા નહતા. ફકત અવધિજ્ઞાનીએજ જોઈ શકતા હતા.
કેવળજ્ઞાન પ્રાપ્તિના સમયથી અગીઆર અતિશય તીર્થકને ઉત્પન્ન થાય છે. તે પ્રમાણે ભગવંતને પણ પ્રાપ્ત થયા હતા.
For Private and Personal Use Only