________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૭ આત પણ તેને લાભનું કારણ થાય છે, માટે એવા પ્રસંગે આર્તરૂદ્રધ્યાન નહિં કરતાં કર્મોનું સ્વરૂપ વિચારી સમભાવમાં રહેવાને માટે પ્રયત્ન કરે એજ ઉત્તમ ઉપાય છે,
ચંદનાએ દષ્ટિ બહાર નાખી, તેવામાં શ્રી વીર પ્રભુ ભિક્ષાને માટે ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. તેમને જોઈને ચંદનાને હર્ષ થયે. તે પોતાના આત્માને ધન્ય માનવા લાગી, “અહે! કેવું પાત્ર! અહો કેવું ઉત્તમ પાત્ર! અહે મારા પુણ્યનો સંચય કે ! કે જેથી આ કઈ મહાત્મા ભિક્ષાને માટે અચાનક પધાર્યા.”આ પ્રમાણે ચિંતવીને તે બાળ તે કુમાશવાળું સુપડું હાથમાં લેઈ એક પગ ઉમરાની અંદર અને એક પગ બહાર રાખી ઉભી રહી. બેને લીધે ઉમર ઉલ્લંઘવાને અશકત એવી તે બાળા ત્યાં રહી છતી, આદ્ધ હૃદયવાળી હૈયુ ભરાઈ આવવાથી જેના નેત્રમાંથી અશ્રુધારા વહી રહી છે એવી, ભક્તિથી ભગવંતને વિનંતી કરવા લાગી કે, “હે પ્રભુ! જો કે આ ભેજન આપને માટે અનુચિત છે, તથાપિ આપ પરોપકાર કરવામાં તત્પર છે, તેથી તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે.” દ્રવ્યાદિ ચાર પ્રકારથી શુદ્ધ રીતે અભિગ્રહ પૂર્ણ થએલે
જાણું, ભિક્ષાને માટે પોતાનો કર પ્રસા. અભિગ્રહની પૂર્ણતા. તે વખતે “અહે મને ધન્ય છે !” એમ ચંદનાનું બંધનથી માનતી ચંદનાએ તે કુમાષથી પ્રભુને મુકત થવું. પ્રતિલાભિત કર્યા. પછી પ્રભુએ છ માસમાં
પાંચ દિવસ ઓછા રહેતાં તે ધનાવહ શેઠના ઘરમાં તપનું પારણું કર્યું
પ્રભુને અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને ત્યાં આવ્યા, અને તેઓએ વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પ્રભુના દાનનો મહિમાથી તત્કાળ ચંદનાની બેએ ગુટી ગઈ, અને તેને ઠેકાણે સુવર્ણના નુપૂર થઈ ગયાં. કેશપાશ પૂર્વની
For Private and Personal Use Only