________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવ ૨૭. }
મૃગાવતીની મુક્તિ.
૪૬ ૧
cr
એકદા મૃગાવતીને વૈરાગ્ય આવ્યેા કે, “ જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉ, ” તેણીના આવા સકલ્પ જ્ઞાનવર્ડ જાણી, શ્રી વીર પ્રભુ સુરાસુરના પરિ વા સાથે તે નગરીના ઉદ્યાનમાં પધાર્યા. પ્રભુને બહાર સમાસર્યો સાંભળી મૃગાવતી પુદ્વાર ઉઘડાવી નિર્ભયપણે મેટી સમૃદ્ધિ સાથે પ્રભુને વદન કરવા આવી. પ્રભુને વંદના કરી યાગ્ય સ્થાને બેઠી. ચડપ્રદ્યોતન રાજા પણ ભુને ભક્ત હાવાથી ત્યાં આવી વૈર છેાડી બેઠા. પ્રભુએ દેશના આપી, ચાગ્ય સમયે મૃગાવતીએ ઉઠીને પ્રભુને નમીને કહ્યું કે, “ ચડપ્રદ્યોતન રાજાની રજા મેળવીને હું આપ “ભુની પાસે દીક્ષા લેવાની ઇચ્છા રાખુ છુ, ” તે રાજા પ્રભુના નજીકના ભાગમાં બેઠેલાંજ હતા. તેમની પાસે આવી રાણીએ વિનતી કરી કે, “ જો આપ આજ્ઞા આપે તે હું દીક્ષા લઉ, કારણ કે હું આ સ`સારથી ઉદ્વેગ પામી છું અને મારા પુત્ર તેા આપને સોંપી દીધેા છે. ”
·
પ્રભુના પ્રભાવથી રાજાનું વૈરભાવ શાંત થઇ ગએલું હતુ, અને વિકાર શાંત પામ્યા હતા. એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશી નગરીની રાજગાદી ઉપર સ્થાપિત કર્યો. પછી મૃગવતીએ પ્રભુ સમીપે દીક્ષા લીધી. તેની સાથે અગારવતી વિગેરે પ્રદ્યોતન રાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલાક શીક્ષા આપી, તેમને ચંદન સાધવીને સોંપી. તેએએ તે સાધવીની સેવા કરી, બંને સવ સમાચારી જાણી લીધી. એક વખત પેાતાની ગુરૂણી ચદનમાળાએ આપેલા ઠપકાથી આત્મનિદા કરતાં, શુદ્ધ નિર્માળ શુકલધ્યાનમાં ચઢી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ઘણા જીવાને પ્રતિબંધ આપી; અંતે તે માક્ષે પધાર્યાં' છે.
વૈશાળી નગરીના રાજા ચેટક મહારાજાની સાત પુત્રીઓમાંથી ઉપર એ સાધવીએનું વૃત્તાંત આપવામાં આવ્યુ છે, ચેટકરાજા ભગવંતના શ્રાવક હતા. સાત પૈકી પાંચના લગ્ન થયા હતા. છઠ્ઠી પુત્રી સુજ્યેષ્ટા અને સૌથી નહાની ચિલ્લણા એ એ કુંવારી હતી.
For Private and Personal Use Only