________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ]
પાંચસે સુભટે. ચૌદ મહા સ્વપ્નનું ફલ રાણીને જણાવ્યું. તે પણ યથાર્થ નિશ્ચય કરવાના હેતુથી પ્રભાતકાળ પછી પોતાના નગરમાં એ વિષયમાં જે કુશળ વિદ્વાન હતા. તેમને રાજ સભામાં આવવા નિમંત્રણ કર્યું.
સઘળા સ્વપ ઠકે એ રાજમહેલ નજીક ભેગા થઈ વિચાર કર્યો કે, આપણે આપણામાંથી એક મનુષ્ય નીમી રાજા પાસે જવું. તેમ કરવામાં નહી આવે અને આપણે સઘળા જુદા જુદા જવાબ દઇશું તે તેમાં આપણું મહત્વ રહેશે નહીં. કારણું જ્યાં સઘળા માણસે ઉપરી થઈને બેસે, તથા જયાં સઘળાઓ પોતાને પંડિત માનનારા હોય તથા જ્યાં સઘળાએ પિતાને મોટાઈ મલવાની ઈચ્છા કરે તે ટોળુ અંતે નાશ પામે છે. આના ઉપર ટીકાકારે એક બોધદાયક દષ્ટાંત આપેલું છે.
કેઈ સ્થળે પાંચસો સુભટો રહેતા હતા, તેઓ નેકરી મેળવવાની ઈચ્છાથી એક રાજ્યમાં ગયા. તેઓ સઘળા શુગ્ધીર દ્ધાઓ હતા, પણ તેમનામાં સંપ ન હતે. દરેક પિત પિતાને ડાહ્યા માનનારા હતા એક બીજાનું તેજ સહન કરી શકતા નહીં, તેમ કેઈ કેઇના તરફ માનની દૃષ્ટિથી જોતા નહી. તેઓ રાજાને મળ્યા અને નોકરી માટે વિનંતિ કરી. રાજાએ તેમને ઉતરવા માટે મુકામ આપે. નેકરીના માટે તેઓ લાયક છે કે નહી, તેની પરીક્ષા કરવા સારૂ તેમના મુકામ ઉપર તેઓને સુવા સારૂ એક શમ્યા મોકલી. તેઓ સઘળા અહંકારી હોવાથી આપસ આપસમાં નાના મેટાને વ્યવહાર રાખતા ન હતા સઘળા સમાન હક ધરાવનારા હેવાથી આવેલી શૈયામાં કોણે સુવું તેને નિર્ણય કરી શકયા નહીં; એ શૈય્યામાં સુવાને સઘળાને સમાન હક છે, અને શૈય્યા એક છે તેથી મહેમાહે વિવાદ અને કલેશ કરી અંતે એવા નિર્ણય પર આવ્યા કે તે શૈયા ઉપર કેઈએ પણ સુવું નહીં. શૈય્યાને વચમાં રાખવી અને તેના તરફ દરેકે પોતાના પગ રાખીને સુવું અને તે પ્રમાણે કર્યું.
રાજાએ પોતાના માણસો દ્વારા તે વૃત્તાંત જાણું વિચાર કર્યો
16
For Private and Personal Use Only