________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
ર૭ ભવ. ] ત્રીશલાને શોક-ભગવંતની પ્રતિજ્ઞા. હું કોને દેષ આપું? તેઓની આંખમાંથી શ્રાવણ અને ભાદરવાના વષીદની પેઠે ધાર આંસુ પડવા લાગ્યાં. વળી તેઓ કર્મને ઉ લંભે આપી વિચારવા લાગ્યાં કે, અપાર પાણીવાલા, તથા રન્નેના નિધાનરૂપ એવા સમુદ્રમાં છિદ્રવાળે ઘડે પણ પાણીથી ભરાઈ શકતા નથી તેમાં સમુદ્રને શે દોષ ? વસંતઋતુમાં જ્યારે સઘળી વનસ્પતિઓ પ્રફુલિત થાય છે, તે વખતે કેરડાના વૃક્ષને પત્ર આવતાં નથી તેમાં વસંતઋતુને શે દોષ ? હે પ્રભુ? આમાં હું ને દોષ આપું? એને મારા કર્મો જ દેષ છે. રાણીના આવા વિલાપયુક્ત વર્તનથી સખીઓનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ પણ રડવા લાગી. પરંપરાએ રાજાને આ બનાવની ખબર પ. ઊત્તમ બુદ્ધિવાલા રાજાને પણ ક્ષેભ થયે. સઘળા રાજકુટુંબ અને રાજદરબારમાં શોકની લાગણી છવાઈ રહી
આ વૃત્તાંત અવધિજ્ઞાનથી ભગવંતે ગર્ભમાં જાણે. તેઓ વિચારવા લાગ્યા કે, મેહની ગતિ અતિ ગંભીર છે. ખબ ધાતુની પેઠે મેં જે ગુણના માટે કામ કર્યું તે ઊલટું દેષરૂપ નિવડયું ! મેં તે મારી માતાના સુખના માટે ક્યુ , તે ઊલટુ તેના ખેદને માટે થયું. નાળીએરના પાણીમાં નાખેલું કપુર મૃત્યુ નિપજાવનાર થાય છે, તેમ ભાવિ પાંચમા આરામાં ગુણ પણ દેષને કરનારે થશે. એ પ્રમાણે વિચારી મ તાને ઊત્પન્ન થએલું દુઃખ નિવારવાને પોતે કપવા–ફરકવા–લાગ્યા. તેથી ત્રિશલા દેવીને શેક દુર થયે, અને પુર્વવત હર્ષવંત થયાં, અને કહેવા લાગ્યાં કે મેં જન્મભર જિનેAવર પ્રભુના ધર્મનું આરાધન કરેલું છે. તે ધર્મ આજે મને ફળી. ભુત થયે. એવી રીતે તેણીને હર્ષ યુકત જેને સઘળે આનંદ છવાઈ રહ્યો.
ભગવંત ગર્ભમાં સાડા છ માસના થયા ત્યારે તેમને એ વિચાર આવ્યું કે, જ્યારે હું હજી માતાના ઉદરમાં છું ત્યારે મારી માતાને મારા પર અતિ ગાઢ સ્નેહ છે, તે જ્યારે મારે જન્મ થશે ત્યારે તે તે સ્નેહ કેટલે બધે વૃદ્ધિ પામશે. માટે જયાં સુધી મારા
For Private and Personal Use Only