________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. 3 નંદિષેણ મુનિને નિશ્ચયે.
૫૭૧ સાધુઓને અન્નાદિક આપવાથી આટલું બધું પુન્ય ઉપાર્જન થયું છે, ત્યારે જે દીક્ષા લઈ તપસ્યા કરી હોય, તે તે ઘણું મોટું ફળ મળે.” એ પ્રમાણે વિચાર કરી તેણે ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે - “હે પ્રભુ! દીક્ષા આપી મારો ઉદ્ધાર કર.” પ્રભુએ તેને કહ્યું કે-“હે વત્સ ! તારે નિકાચિત ભેગકર્મ હજુ બાકી રહેલું છે, તેથી હાલ તારે દીક્ષા ગ્રહણ કરવી યુક્ત નથી. તે વખતે શાસનદેવીએ તેને અંતરિક્ષથી કહ્યું કે,–“હજુ તારે ભેગકર્મ ઘણું બાકી રહૃાાં છે, માટે હાલ દીક્ષા લઈશ નહીં.”
આ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ નંદિણ દ્રઢ ચિત્તવાળા થઈને, પાંચસે સ્ત્રીઓના ઉપગને ત્યાગ કરી, ચારિત્ર ગ્રહણ કરવા ઉઘુક્ત થયા અને પિતાને આગ્રહ મુકયો નહીં. પરાક્રમવાન પુરૂષે લાભદાયી કાર્યમાં ભાવી વિન આવશે, એવા નિમલ્ય વિચારથી પિતાના દ્રઢ નિશ્ચયમાં ચલાયમાન થતા નથી, અને હિતકારી કાર્યને આરંભ જ કરે છે. ભાવી થનારા અનર્થથી નહિણનું ચિત્ત લગીર પણ ચલાયમાન થયું નહીં.
ભગવાને પણ તે ભાવી ભાવ જાણીને તેને દીક્ષા આપી, અને વીર સાધુઓને સં. સ્થાવર-વૃદ્ધ-ની પાસે તેમણે સામાયિકથી આરંભીને દશપૂર્વને અભ્યાસ કર્યો. તે નંદિષેણું મુનિ જેમ જેમ છઠ્ઠ, અઠ્ઠમ, આતાપના વિગેરે તપસ્યાપુર્વક મહાકષ્ટ કરવા લાગ્યા, અને ઉપસર્ગો સહન કરવા લાગ્યા, તેમ તેમ તેમને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ. તે સાથે દિન પ્રતિદિન કામને ઉદય પણું વૃદ્ધિ પામવા લાગ્યા. નંદિ મુનિ મનમાં જાણતા હતા, કે –“શાસનદેવી, અને ભગવાને નિષેધ કર્યા છતાં પણ મેં દીક્ષા ગ્રહણ કરી છે. પણ કામદેવના પરતંત્રપણાથી મહારા વ્રતને ભંગ ન થાય, તેના માટે મારે કાળજીવંત રહેવું જોઈએ.” તેઓ પિતાના વ્રત પાલન માટે પ્રાણાંત થાય એવા ઉપાય કરવા, પણ વ્રતને દૂષણ લાગવા દેવું નહી, એવા દઢ નિશ્ચયવાળા થયા,
For Private and Personal Use Only