________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
ર૭ ભવ. ) હસ્તિપાળની સ્તુતિ. કઠોર વિજ્ઞાપના કરું છું. હે નાથ ! તમે પક્ષી, પશુ કે સિંહાદિક વાહન ઉપર જેમને દેહ બેઠેલે હેય એવા નથી. તેમજ તમારા નેત્ર, મુખ અને ગાત્રની વિકારવડે વિકૃતમાકૃતિ પણ નથી. વળી તમે ત્રિશુળ, ધનુષ્ય અને ચકાદિ શસ્ત્રોવડે યુક્ત કર૫લવવાળા નથી, તેમજ સ્ત્રીના મનહર અંગનું આલિંગન દેવામાં તત્પર એવા પણ તમે નથી. વળી નિંદનિક આચરણે વડે કરી શિષ્ટ જનેને જેમણે કંપાયમાન કરી દીધા છે, તેવા પણ તમે નથી. વળી આ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ એ કરવામાં આદરવાળા તમેનથી. તેમજ નૃત્ય, હાસ્ય અને ગાયનાદિક ઉપદ્ર વડે ઉપદ્રવિત તમારી સ્થિતિ નથી. આ પ્રમાણે હેવાથી, પરીક્ષકેએ તમારી દેવપણે પ્રતિષ્ઠા શી રીતે કહેવી? કારણ કે તમે તે સર્વ દેવ કરતાં સર્વથા વિલક્ષણ છે. હે નાથ ! જળના પ્રવાહની સાથે પાંદડાં, તૃણ, ને કાષ્ટાદિ તણાય તે તે યુક્તિવાળું છે, પણ સામે પૂરે તણાય એમ કહેવું તે કાંઈ યુક્તિએ માની શકાય? પણ હેસ્વામી ! એવા મંદ બુદ્ધિવાળા પરીક્ષાના પરીક્ષણથી સર્યું, અને મારા પણ તેવા પ્રયાસથી સયું. કારણ કે સર્વે સંસારી જેનાથી વિલક્ષણ એવું જ તમારૂ લક્ષણ છે. તેની બુદ્ધિમાન પ્રાણીઓ પરીક્ષા કરો. આ જગતબધું ક્રોધ, લેભ અને ભય વડે આકાંત છે, અને તમે તેથી વિલક્ષણ છે. પરંતુ હે પ્રભુ! વીતરાગ એવા જે તમે તે કેમળ બુદ્ધિવાળાને ગ્રાહા થઈ શકતા નથી, અથત તીફ બુદ્ધિવાળાએજ આપને દેવપણે ઓળખી શકે છે.”
( શ્રી ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર ભાગ ૧ પૃ. ૨૮૭-૨૮૮ ઉપરની બન્ને સ્તુતિએ ઉપર જણાવેલા ગ્રંથમાંથી એટલા માટે ઉતારવામાં આવી છે કે, પ્રથમની સ્તુતિમાં જગત કર્તા ઈશ્વરમાનવામાં શું વ્યાધાત આવે છે, તેનું ટુંકાણમાં સ્વરૂપ સારૂ સમજાવેલું છે. એટલે આ જગતની રચના કોઈપણ ઈશ્વરે કરેલી નથી, પણ અનાદિકાળથી આ જગત ચાલતું આવ્યું છે, એમ જે જૈનાગમમાં પ્રભુ મહાવીરે બતાવેલું છે તેનું દિગદર્શન થાય છે.
For Private and Personal Use Only