________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૨
અવધિજ્ઞાન. અવધિ-મર્યાદા પ્રમાણે રૂપી દ્રવ્યનું જાણવું તેને અવધિજ્ઞાન કહે છે. અવધિ જ્ઞાનાવરણીય કમને ક્ષયપશમ થવાથી ઈદ્રિની અપેક્ષા વિના આત્મ પ્રત્યક્ષ રૂપે આ જ્ઞાન પ્રગટ થાય છે. અવધિ. જ્ઞાનના અસંખ્યાત પ્રકાર છે, તેપણુ ગુણ પ્રત્યયિક તેના મુખ્ય છ ભેદ શાસ્ત્રમાં જણાવેલા છે.
૧ અનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિજ્ઞાન ઉપજે તે સ્થાનથી અન્યત્ર જાય તે પણ લેસન (ચક્ષુ) ની પેરે સાથે આવે તેને અનુગામિ અવધિજ્ઞાન કહે છે.
૨ અનાનુગામિ અવધિજ્ઞાન–જે સ્થાનકે રહ્યાં અવધિજ્ઞાન ઉપજયું હોય તે સ્થાનકે આવે ત્યારે જ તે જ્ઞાન હોય; અન્યત્ર જાય ત્યારે તે જ્ઞાન ન હોય, શંખલાબદ્ધ દીપકની પેરે સ્થિર રહે તે ક્ષેત્ર પ્રત્યયી ક્ષપશમ માટે તેને અનાનુગામી કહે છે.
૩ વધમાન અવધિજ્ઞાન–ઘણાં ઘણાં ઈંધણને પ્રક્ષેપે જેમ અગ્નિ વધે તેમ પ્રશસ્ત અતિ પ્રશસ્તતર અધ્યવસાય થકી સમયે સમયે અવધિજ્ઞાન વધે. પ્રથમના ઉપજતા અંગુલના અસં
ખ્યાતમે ભાગે ક્ષેત્ર જાણે દેખે, પછી વધતું વધતું યાવત્ અલોકના વિષે લેક જેવડાં અસંખ્યાતા ખડક દેખે તેને વદ્ધમાન અવધિ જ્ઞાન કહે છે.
( ટીપઃ જે કે અલકમાં કંઈ પદાર્થ નથી, તે પણ સમજવા ખાતર અલેકમાં કંઇ પદાર્થ હોય તે દેખી શકે. અવધિજ્ઞાનની શકિત બતાવે છે )
૪ હીયમાન અવધિજ્ઞાન–પૂર્વે શુભ પરિણામ વિશે ઘણું ઉપજે અને પછી તથા વિધ સામગ્રીને અભાવે પડતે પરિણામે કરીને ઘટતું જાય તેને હીયમાન અવધિજ્ઞાન કહે છે.
૫ પ્રતિપાતિ અવધિજ્ઞાન–જે સંખ્યાના અસંખ્યાતા યોજના ઉત્કૃષ્ટપણે યાવત્ સમગ્રલક દેખીને પણ પડે; આવ્યું જાય તેને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે.
જિત કી વાવ
For Private and Personal Use Only