________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ].
ભગવંતને ઉપદેશ એટલે અધ્યાત્મ હાય વા ન હોય. પરંતુ અર્થ અધ્યાત્મને વિષે નિર્વિકલ્પ સ્વરૂપ (સત્ય અધ્યાત્મ) રહેલું છે, અને તેવા સત્ય અધ્યાત્માવના બીજું કોઈ આત્માને ઉપકારી નથી. અધ્યાત્મજ્ઞાનના સ્વાદરૂપી સુખસાગરની પાસે ઈદ્રનું તથા દેશૃંદુકાદિ દેવાદિકનું સુખ એક બિંદુ માત્ર નથી. તર્કશાસ્ત્ર અને વૈરાગ્યશારા વિગેરેની યુક્તિઓને જાણનારા માણસો સત્ય અધ્યાત્મના જ્ઞાન વિના અનેક પ્રકારની શુષ્ક યુક્તિ કરે છે, પરંતુ તે સર્વ સંસારની વૃદ્ધિના માટે જાણવી.” ભગવંતે શ્રેષ્ટિને સમજાવ્યું.
લેપ શ્રેષ્ટિ––હે ભગવાન! આપ જેનું આવું વર્ણન કરે છે તે અધ્યાત્મ કેવું હોય છે?
ભગવાન શ્રેષ્ઠિ ! મિથ્યાત્વના અધિકારનો ત્યાગ કરી ને, આત્માને અવલંબીને જે શુદ્ધ ક્રિયા ધર્મમાં પ્રવર્તવું, તે અધ્યાત્મ કહેવાય છે. અપૂનબંધક નામનું ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ સાગ પ્રગટ થાય છે; અને નવમા ગુણ-- સ્થાનથી ચોદમાં ગુણસ્થાનક સુધી અનુક્રમે જે વિશેષ શુદ્ધિવાલી ક્રિયાઓ નિપજે છે, તે અધ્યાત્મ કિયા જાણવી. પરંતુ ભવાભિનંદી માણસ આહાર, ઉપધિ, પૂજા વિગેરેના ગૌરવ માટે જે ક્રિયા કરે છે, તે ક્રિયા તે અધ્યાત્મગુણને નાશ કરનારી થ ય છે. અને તેજ કારણથી સમ્યકજ્ઞાન સંયુક્ત ક્રિયા પાંચમા ગુણસ્થાનકથી આરંભીને થાય છે. ચોથા ગુણસ્થાનકે તે શુશ્રષા વિગેરે ઉચિત ક્રિયાઓ પ્રવર્તે છે. તે શુશ્રુષાદિક ક્રિયા પણ સુવર્ણના અલંકારના અભાવે રૂપાના અલંકાર જેવી શુભ છે, આત્માને હિત કર્યા છે. મોક્ષાર્થી પ્રાણીઓ યથાર્થ પ્રરૂપણા કરનાર શાંત, દાંત સદ્દગુરૂને જ ભજવા જોઈએ,
અગીઆર પ્રકારની ગુણ શ્રેણિએ છે. (૧) સમ્યકત્વ પ્રત્યચિકી, (૨) દેશવિરતિ પ્રત્યયિક, (૩) સર્વવિરતિ પ્રત્યયિકી, (૪) અનંતાનુબંધી વિસંગે જના, (૫) દર્શનમેહનીક્ષક, (૬) ચારિત્રમોહનીક્ષક ( ૭ ) ઉપશાંતમૂહનીય ( ૮ )
56
For Private and Personal Use Only