________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ ભવ ] મતિજ્ઞાનની શકિત.
૩૪૧. ૧ સાડાબારડ સેનૈયા ૨ વસા૩ સુગંધિ પુષ; ૪ દુ. ભીને નાદ; ૫ અહદાન અહાદાન એવી ઉદ્દેષણ.
સામાન્ય કેવળી અને તીર્થકરની આત્મિક અદ્ધિ જો કે સરખી હોય છે, તે પણ તીર્થંકરનામકર્મના ઉદયના લીધે તેમની બાહા બાદ્ધિ વિશેષ હોય છે. જે અતિશયે તીર્થકરને હેય છે, તેવા અતિશયે સામાન્ય કેવલીને હોતા નથી. આ કાળમાં તે કેવળજ્ઞાન અને સામાન્ય કેવળીને અભાવ છે; તેમજ મનઃ પય વ જ્ઞાનને પણ અભાવ છે. અવધિજ્ઞાનને જે કે અભાવ નથી, છતાં અવધિજ્ઞાનીઓ થએલા હોય એમ જાણવામાં નથી. ફક્ત મતિ અને શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનજ વિદ્યમાન છે. તેમાં પણ ચૌદ પૂર્વધર સંપૂર્ણ શ્રતજ્ઞાનીઓને પણ અભાવ છે. જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનને ભેદ છે, છતાં જાતિસ્મરણજ્ઞાન પણ આ દુષમ કાળમાં કવચિત કેઈને થતું હોય તે તેને નિષેધ નથી. જાતિ
સ્મરણ જ્ઞાનવાળે પોતાના પૂર્વના કેટલાક ભવ જાણું શકે છે. સામાન્ય મનુષ્ય કરતાં મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપસમથી કોઈની મતિ વિશેષ હોય છે. તેઓ અવધાન એટલે ઘણુ મનુષ્યોએ એકી સાથે પૂછેલા પ્રશ્નોના જવાબ, એકી સાથે આપવાની શકિત ધરાવતા હોય છે. એવા અવધાનવાળા, એકદમ સે અથવા તેથી પણ વિશેષ અવધાન કરે છે, તેવા પ્રસંગે સમાજમતિવાળા મનુષ્યો મુંઝાઈ જાય છે, અથવા કેટલાક વિશિષ્ટ ગુણેને લઈને, જેમકે સમતા હોય, વ્યવહારથી સત્ય બોલતા હોય, માનસિક બળ વિશેષ હોવાના લીધે દુઃખ સહન કરવાની શકિત હોય, આવા સામાન્ય ગુણે જોઈને તે ગુણે ધારણ કરનાર વ્યકિતને, એકદમ તીર્થકરના મુકાબલે તેમની કેટીમાં મુકી દેવાની, કેટલાકે મિથ્યા મોહના લીધે વૃષ્ટતા કરતા જણાય છે. તે પ્રસંગે તેઓએ વિચાર કરવું જોઈએ કે, છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરના જે અતિશયેનું આપણે ઉપર દિગ્દર્શન કરી ગયા છીએ, તેમને એક પણ અતિશય તેમને હેતે નથી. તીર્થકર
For Private and Personal Use Only