________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ( પ્રકરણ ૧૫ વાલ–આહાર લે નહી, પિતાની પ્રતિજ્ઞાથી ચલાયમાન થાય નહિ, અને ભુખની વેદનાથી આર્તધ્યાન પણ કરે નહી, પરંતુ શુભ પરિણામથી સુધાની વેદના સહન કરે. આ પ્રમાણે સમભાવથી ભૂખ સહન કરવી અને શાંતિમાં રહેવું એ અત્યંત કઠીન છે, તેથી સર્વ પરિસોમાં તેને પહેલા પરિસહ તરીકે ગણવામાં આવેલ છે.
૨ તૃષા પરિસહ–બાસુક-નિર્દોષ જળના અભાવે તૃષાયે વ્યાકુળ છતાં પણ અનેષણય શીતળ જલાદિકની વાંછા પણ કરવી નહિ, અને તૃષાની પીડા સમભાવથી સહન કરવી તેને તૃષા પરિસહ કહે છે. - ૩ શીત પરિસહ-શીતકાળમાં અત્યંત દહાડ પડે તે વખતે, ક૯૫નીય વસ્ત્રના અભાવે ગૃહાદિકે રહિત છતાં પણ, અકલ્પનીય વસ્ત્રની વાંછા કરે નહીં, તેમ પિતે અગ્નિ પ્રદીપ્ત કરી તાપે નહિ, તેમજ બીજાએ પ્રદિપ્ત કરેલા અગ્નિથી પણ તાપે નહી, અને અ૫ જીણું વસ્ત્રથી સમ્યક્ પરિણામે શીત સહન કરે તેને શીત પરિસહ કહે છે.
૪ ઉષ્ણુ પરિસહ-ઉષ્ણ કાળને વિષે મધ્યાહુ રામયે સૂર્ય માથે આવે તે વખતે અતિશય ગરમીથી ભૂમિ તપી જાય છે, તેવા સમયે તપ્ત શીલા ઉપર રહી આતાપના લેતાં, અથવા તપેલી ભૂમિમાં વિહાર કરતાં અત્યંત આતાપના થાય, પણ છત્રની કિંવા લુગડાની છાયાની તથા વિંઝણા પ્રમુખના પવનની ઈચ્છા પણ કરે નહિ. તેમજ શીતળ જળાદિકના સ્નાન, વિલેપનાદિકની પણ ઈચ્છા કરે નહિ, અને સમ્યક પ્રકારે ચઢતા શુભ પરિણામે આતાપના સહન કરે તેને ઉષ્ણુ પરિસહ કહે છે.
પ દંશ પરિસહ-ડાંસ, મછર, જૂ, માંકડ, મેલાદિ ક્ષુદ્ર જીવે જેવી રીતે સંગ્રામમાં શત્રુઓ બાણુને પ્રહાર કરે, તેવી રીતે તીક્ષણ ડંખ મારે, તે પણ તે ઉપદ્રવથી તે સ્થાનક તજીને અન્ય સ્થાનકે જવાની ઈચ્છા કરે નહી, અથવા તેને નિવારવા સારૂ પંખે
For Private and Personal Use Only