________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ નહિ પણ પતિ પત્ની અને ચારિત્ર ગ્રહણ કરેલું, એવી સાધવીએ પણ જૈનશાસનમાં છે. વિશેષ ભાગ વિધવા થયા પછી દીક્ષા લીધેલી એ હોય છે. તેઓ પણ જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યામાંજ જીવન ગુજારનાર હોય છે. જૈનશાસનમાં જે મહાન સતીઓ થઈ ગયેલી છે, અને જેના નામ દરરોજની પ્રાત:કાળની પ્રતિકમણની ક્રિયામાં લેવામાં આવે છે, તેમાં આ પ્રકરણમાં જેનું વર્ણન કરવામાં આવેલું છે તેમનાં પણ નામ છે. બાળબ્રહ્મચારી સુચેષ્ટાનું પવિત્ર નામ પણ તેમાં આવે છે. શ્રી અંતગડદશાંગ સૂત્ર, વર્ગ સાત, અધ્યયન ૧૩ માં મહા
- કાજ શ્રેણિકની પરવાનગીથી તેમની શ્રેણિક મહારાજાની તેર રાણીઓએ દીક્ષા ગ્રહણ કરેલી છે રાણુઓએ લીધેલી તેમનું વર્ણન છે. દીક્ષા.
૧ નંદા. ૨ નંધમતી, ૩ નંતરા, ૪ નંદસેના, ૫ મહતા, ૬ સુમુરૂતા, ૭ મહામતા. ૮ મરૂદેવા, ૯ ભદ્રા, ૧૦ સુભદ્રા, ૧૧ સુજાતા, ૧૨ સુમનાતીતા અને ૧૩ ભૂતદીપ્તા. આ દરેક અગી આર અંગનો અભ્યાસ કરી, વીશ વર્ષને દીક્ષા પર્યાય પાળી તપશ્ચર્યા કરી, પ્રાંતે અનશન કરી મોક્ષે ગએલ છે.
વર્ગ ૮ મે. અધ્યયન ૧૦: શ્રેણિકના પછી કેણીકની અપર માતા (શ્રેણિકની રાણીઓ) એ દીક્ષા લીધેલી હતી, તેમનાં નામ સાથે વર્ણન છે.
૧ કોલી, ૨ સુકાલી. ૩ મહાકાલી. ૪ કૃષ્ણ. ૫ સુકૃણા. ૬ મહાકૃષ્ણા. ૭ વોરકૃચ્છા. ૮ રામકૃષ્ણા. ૯ પિતૃશેનકુણા. ૧૦ મહાસેનકૃષ્ણ.
આ તમામ સાધવીએ અગીઆર અંગને અભ્યાસ કરી જુદી જુદી રીતના તપનું સેવન કરી, નંદકષીની માફક ભાવનાભાવી આઠ વર્ષને દીક્ષા પર્યાય પાળી, અંતે એક મહીનાની સંખના કરી, સિદ્ધિપ૪ વરેલ છે. આ દશે કે જે તપ કરેલ હતું તેનાં નામ,
For Private and Personal Use Only